Not Set/ નરેશ પટેલ આજે કરી શકે છે મોટું એલાન, રાજકીય પ્રવેશની ચર્ચાઓ પર લાગશે બ્રેક

નરેશ પટેલ આજે રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગે જાહેરાત કરી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલ દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે.

Top Stories Gujarat Others
નરેશ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા ને હજુ તો વાર છે પરંતુ તે પૂર્વે જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યું છે કે ખોડલધામ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ? નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે આ મુદ્દો છેલ્લા ચાર મહિનાથી વધુ ગરમાયો છે. ત્યારે આવામાં  નરેશ પટેલ આજે રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગે જાહેરાત કરી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલ દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે, નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે અને જોડાશે કે નહીં જોડાય તે અંગે આજે સ્પષ્ટતા થઈ જશે.

નરેશ પટેલના પુત્રે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે મારા પિતા રાજકારણમાં જો જોડાશે તો અમારા પરિવાર તરફથી તેમને સંપૂર્ણ રીતે સમર્થન છે. શિવરાજ પટેલે થોડાક જ દિવસ પહેલા જણાવ્યું હતું કે મારા પિતા ટૂંક જ સમયમાં તેમનો નિર્ણય જાહેર કરશે, વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ રાજનીતિમાં આવ્યા પછી તેમને પ્રથમ મુદ્દો શિક્ષણ અને આરોગ્ય જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, નરેશભાઈ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. નરેશ પટેલે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. પણ હા સમાજને પૂછીને કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલતો ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ ‘કોની સાથે’ની ચર્ચા થઇ રહી છે. જોકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે તેમનો અંગત નિર્ણય છે. જોકે તમામ પક્ષો તેમને પોતાના પક્ષમાં લેવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારથી ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે નરેશ પટેલ બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. પરંતુ રાજકારણમાં જોડાવા અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને સમાજ કહેશે તેમ કરીશ તેવું રટણ કરી રહ્યા છે. આ પહેલા 20થી 30 માર્ચની તારીખ આપનાર ખોડલધામ નરેશે આજે 27 તારીખ સુધી કોઈ જાહેરાત કરી નથી. અને તેમની કોઈ ચોખવટ સામે આવે તે પહેલાં જ વધુ એક 30 એપ્રિલની તારીખ વહેતી થતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, કાલે સવારે ગોરા ખાતે કરાશે અંતિમવિધિ

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ

આ પણ વાંચો :આરોગ્ય સુવિધાઓ પરવડે તેવી અને બધા માટે સુલભ હોવી જોઈએઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા

આ પણ વાંચો :રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણમાં વચ્ચે પાડનાર યુવકને જીવ ગુમાવવાનો આવ્યો વારો