India America/ બિડેન પ્રશાસનના અધિકારી જોન ફાઈનર પહોંચ્યા ભારત, ભારતીય સમકક્ષ સાથે આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વિપક્ષીય બાબતો પર વાતચીત માટે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમણે તેમના ભારતીય સમકક્ષો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

Top Stories World
જોન ફાઈનર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વિપક્ષીય બાબતો પર વાતચીત માટે નવી દિલ્હી પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે મુખ્ય નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઈનર ભારતના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરી સાથે ICETની સમીક્ષા કરશે. જોન ફાઇનર ભારતીય નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્રી સાથે યુએસ-ઈન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) ની આંતર-સત્રીય સમીક્ષા માટે 4 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ICET એ યુએસ-ભારત ભાગીદારીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે વ્યૂહાત્મક સુરક્ષા અને ટેકનોલોજી સહકાર દ્વારા વધુને વધુ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

અમેરિકન ધરતી પર હત્યાના કથિત પ્રયાસનો કેસ

તાજેતરમાં, યુએસ ન્યાય વિભાગે નિખિલ ગુપ્તા નામના ભારતીય પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. યુએસએ 52 વર્ષીય નિખિલ ગુપ્તા પર એક શીખ અલગતાવાદીની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના કર્મચારી સાથે સહયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે યુએસએ આરોપોમાં શીખ અલગતાવાદી નેતાનું નામ લીધું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુનું નામ સામે આવ્યું છે. ભારતે અમેરિકાને કહ્યું કે તેણે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે જે આરોપોની તપાસ કરશે.

ભારતની તપાસ સમિતિ વિશે અમેરિકાએ શું કહ્યું?

વ્હાઇટ હાઉસે કહ્યું, ‘જોન ફાઈનર એ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘાતક ષડયંત્રની તપાસ કરવા અને જવાબદાર ગણાતા લોકોને જવાબદાર ઠેરવવા માટે ભારત દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના મહત્વને સ્વીકાર્યું.’ આ સિવાય બંને દેશો વચ્ચે વધુ સારા સંકલન જેવા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવા માટે ફાઇનર એમ્બેસેડર મિસ્રી, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક પરામર્શ કર્યા. તેઓએ હિંદ પ્રશાંત મહાસાગર અને મધ્ય પૂર્વની ઘટનાઓના સંદર્ભમાં ચર્ચા કરી.



આ પણ વાંચો:America/ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લાલ સમુદ્રમાં અમેરિકન યુદ્ધ જહાજ પર હુમલો

આ પણ વાંચો:indonesia/માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ, 11 પર્વતારોહકોના મોત

આ પણ વાંચો:israel hamas war/ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોના મોત પર કમલા હેરિસનું દર્દ છલકાયુ

આ પણ વાંચો:israel hamas war/ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં વિનાશ અટકી રહ્યો નથી, ગાઝામાં મૃત્યુઆંક 15 હજારને પાર

આ પણ વાંચો:israel hamas war/ઇઝરાયેલ વિશ્વભરમાં હમાસના નેતાઓને મારી નાખવાની કરી રહ્યું છે તૈયારી