israel hamas war/ ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોના મોત પર કમલા હેરિસનું દર્દ છલકાયુ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદ લાગુ કરવામાં આવેલ કામચલાઉ યુદ્ધવિરામનો અંત આવ્યો છે. આ પછી, ઇઝરાયેલી સેનાએ ગાઝા પર ફરીથી ઝડપી હુમલા શરૂ કર્યા.

Top Stories World
YouTube Thumbnail 2023 12 03T112828.997 ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોના મોત પર કમલા હેરિસનું દર્દ છલકાયુ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદ લાગુ કરવામાં આવેલ કામચલાઉ યુદ્ધવિરામનો અંત આવ્યો છે. આ પછી, ઇઝરાયેલી સેનાએ ગાઝા પર ફરીથી ઝડપી હુમલા શરૂ કર્યા. એક અંદાજ મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15 હજાર લોકો માર્યા ગયા છે. જો યુદ્ધવિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થાય તો અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી પણ ઇઝરાયલ પહોંચ્યા, પરંતુ કશું સાકાર થયું નહીં. યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ કમલા હેરિસે ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યા પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાનું કહેવું છે કે યુદ્ધમાં ઘણા પેલેસ્ટાઈનના મોત થયા છે.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે શનિવારે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમને યુદ્ધના મુદ્દા પર ઉંડાણપૂર્વક વાત કરી. તેમને કહ્યું કે ઇઝરાયેલ પોતાનો બચાવ કેવી રીતે કરે છે તે મહત્વનું છે. અમેરિકાનું વલણ સ્પષ્ટ છે. અમે માનીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સન્માન કરવું જોઈએ. નિર્દોષ પેલેસ્ટાઈનોની હત્યા થઈ રહી છે. નાગરિકોની વેદનાનું સ્તર અને ગાઝાથી આવતી તસવીરો વિનાશક છે. આ હૃદય તોડનાર છે. અમે માનીએ છીએ કે નિર્દોષ લોકોની સુરક્ષા માટે ઇઝરાયેલે વધુ કરવું જોઈએ.

ગાઝા અને પેલેસ્ટિનિયન લોકો માટે પાંચ સિદ્ધાંતો

હેરિસે વધુમાં કહ્યું કે હું અને રાષ્ટ્રપતિ જો બિડેન અમારી સુરક્ષા ટીમ સાથે પહેલાથી જ ચર્ચા કરી રહ્યા છીએ. અમે ગાઝા અને વેસ્ટ બેંક માટે આગળનો રસ્તો જોઈ રહ્યા છીએ અને આગળ શું આવશે. હાલમાં, ગાઝા અને પેલેસ્ટિનિયન લોકો માટે પાંચ સિદ્ધાંતો છે, જે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. પેલેસ્ટિનિયન લોકોનું બળજબરીથી વિસ્થાપન ન થવું જોઈએ, ગાઝા પર ફરીથી કબજો ન કરવો જોઈએ, વિસ્તારોની ઘેરાબંધી અથવા નાકાબંધી નહીં, વિસ્તારમાં કોઈ પણ વસ્તુની અછત નહીં, આતંકવાદના પ્લેટફોર્મ તરીકે ગાઝાનો ઉપયોગ નહીં, હમાસ ગાઝા પર નિયંત્રણ ન રાખશે અને ઈઝરાયેલ સુરક્ષિત રહેશે. .

યુએસ વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુશાર તેમને દુબઈમાં ઘણા નેતાઓ સાથે વાત કરી છે, જેમાં પીએના ગવર્નન્સ સ્ટ્રક્ચરને પુનર્જીવિત કરવા, ગાઝામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને પેલેસ્ટિનિયન ઓથોરિટીની સુરક્ષા સેવાઓને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. જ્યારે આ સંઘર્ષ સમાપ્ત થાય, ત્યારે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હમાસ ગાઝા પર નિયંત્રણ ન કરે અને ઈઝરાયેલ સુરક્ષિત રહે. આપણે ગાઝાને સમૃદ્ધ કરવા માટે કામ કરવું જોઈએ.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: