ધરપકડ/ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ

યુવરાજ સિંહ વિરુદ્ધ પોલીસ ઉપર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ કર્મીઓ ઉપર ગાડી ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
ધરપકડ

ગુજરાતમાં સરકારી ભરતીમાં કશી ને કશી ગરબડ થાય એવી માન્યતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ગાઢ બનતી જાય છે. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ અંગે સવાલો કરનાર વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે .મળતી વિગતો અનુસાર યુવરાજની સહિત અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. યુવરાજ સિંહ વિરુદ્ધ પોલીસ ઉપર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ કર્મીઓ ઉપર ગાડી ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છાશવારે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટતા રહે છે. ભાગ્યે જ કોઈ પરીક્ષા પારદર્શક રીતે લેવાતી હોય એવી સ્થિતિ છે ત્યારે પરીક્ષામાં થઈ રહેલી ગેરરીતિ બાબતે સવાલ કરનારા યુવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે કલમ 332 અને 307 લગાવવામાં આવી છે. યુવરાજસિંહ ગુજરાત ભરમાં યુવાનોમાં લોકપ્રિય છે પરંતુ ગાંધીનગરમાં વિદ્યાર્થી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારમાં એક મહત્વનું સ્થાન ધરાવતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની અટકાયત પણ ગાંધીનગરથી જ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધમાં સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. અને આ અટકાયત કાર્યક્રમની પરમીશન નહીં હોવાના આધારે કરવામાં આવી છે.

આ પણ વાંચો : નરેશ પટેલને ભાજપમાં લાવવાનો તખતો તૈયાર!ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો :ભોજન, ઈંઘણ અને અન્યજરૂરી વસ્તુઓની અછત વર્તાઈ રહી છે

આ પણ વાંચો :એક એવા ગામ વિશે જાણો જ્યાં લોકો ઘરને કવર કરે છે

આ પણ વાંચો :આ તારીખ પહેલા આવી શકે છે ‘Great Indian IPO’, જાણો શું છે સરકારની યોજના