Liquor Caught/ ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા, રૂપિયા 50 લાખનો દારૂ ઝડપ્યો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે મુંબઈ – અમદાવાદ હાઈવે પરથી 50 હજાર 400 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 09T172152.856 ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા, રૂપિયા 50 લાખનો દારૂ ઝડપ્યો

Gandhinagar News: ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. મુંબઈ – અમદાવાદ હાઈવે પરથી એસએમસીએ અંદાજે 50 લાખ રૂપિયાનો 50 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી છે. 4 આરોપી ફરાર થતાં તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

બેફામ દારૂનો વેપલો કરતા શખ્સોને તંત્રનો જરાય ડર રહ્યો નથી. ત્યારે SMC પણ બૂટલેગરોને પકડવા પોતાની પૂરી તાકાત લગાવી દે છે. આવી વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં બની છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે મુંબઈ – અમદાવાદ હાઈવે પરથી 50 હજાર 400 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી મોકલવામાં આવતો હતો.

SMCએ ટ્રક ચાલકની ઘટના સ્થળથી ધરપકડ કરી હતી. ત્યારે અન્ય 4 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકની તપાસ કરતા 50 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક તેમજ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ દીકરીઓના શિક્ષણની ચિંતા ડબલ એન્જીન સરકારના શિરે: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ