Not Set/ આ સીઝનમાં કેસર કેરીનો સ્વાદ મોડો ચાખવા મળશે, જાણો કેમ

કેસર કેરીના શોખીનોએ તેના સ્વાદનો આનંદ માણવા માટે આ સીઝનમાં રાહ લાંબી રાહ જોવી પડે તેવી છે આ વર્ષે લાંબા ચાલેલા ચોમાસાના કારણે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને કચ્છ કે જયાં કેસર કેરીનો પાક વધારે થાય છે ત્યાં આંબા પર મોર આવવામાં 30 દિવસનો વિલંબ થયો છે.કમોસમી વરસાદે પણ કેરીના પાક પર અસર કરતા હવે કેસર […]

Gujarat Others
Untitled 135 આ સીઝનમાં કેસર કેરીનો સ્વાદ મોડો ચાખવા મળશે, જાણો કેમ

કેસર કેરીના શોખીનોએ તેના સ્વાદનો આનંદ માણવા માટે આ સીઝનમાં રાહ લાંબી રાહ જોવી પડે તેવી છે આ વર્ષે લાંબા ચાલેલા ચોમાસાના કારણે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને કચ્છ કે જયાં કેસર કેરીનો પાક વધારે થાય છે ત્યાં આંબા પર મોર આવવામાં 30 દિવસનો વિલંબ થયો છે.કમોસમી વરસાદે પણ કેરીના પાક પર અસર કરતા હવે કેસર કેરી બજારમાં આવતા મે મહિનો થઈ શકે છે.

કેસર કેરી સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવતી હોય છે પરંતુ આવતા વર્ષે મે મહિનાનાં મધ્યમાં બજારમાં આવશે.નિષ્ણાતોને પણ એવી આશંકા છે કે જો શિયાળાની સીઝન પણ ચોમાસાની જેમ લંબાશે તો કેરીના પાક પર તેની ખરાબ અસર થશે.

આમ તો દિવાળી બાદ  નવેમ્બર મહિના સુધીમાં આંબા પર મોર આવવા લાગે છે. જો કે આ વર્ષે લંબાયેલા ચોમાસાના કારણે ડિસેમ્બરના મધ્યમાં મોર આવવાનું શરૂ થયું. તેનો સીધો અર્થ એ છે કે આવતા વર્ષે બજારમાં કેરી મોડી આવશે.

ગીર કૃષિ વસંત પ્રોડ્યૂસર કંપનીના ડાયરેકટર તુષાર ધામેલિયાએ  કહ્યું કે વધારે પડતો વરસાદ અને એકબાદ એક આવેલા વાવાઝોડાના કારણે મોરને અસર થઈ હતી.

સૌરાષ્ટ્ર આશરે 20 હજાર જેટલા હેકટરમાં કેરીનું વાવેતર કરે છે, જેમાં વાર્ષિક 2 લાખ ટન જેટલું સરેરાશ ઉત્પાદન થાય છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજ ઓફ હોર્ટિકલ્ચરના હેડ ડી.કે. મારુએ કહ્યું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે જાન્યુઆરીના મધ્યમાં ફૂલ સંપૂર્ણ રીતે ખીલી જશે. જો જાન્યુઆરી બાદ રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિઅસ કરતાં નીચું રહેશે તો આંબા પર ફળ આવવામાં સમસ્યા ઊભી કરશે’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.