Not Set/ રાજકોટ : 26 વર્ષનાં શખ્સે ફેરવ્યું 28 કરોડનું ફૂલેકું, અનેક મોટા માથા પણ ઝપેટે

26 વર્ષનાં શખ્સનું કારનામું 28 કરોડનું ફેરવી નાખ્યું ફૂલેકું સૌરાષ્ટ્ર – રાજકોટનાં અનેક સાથે કરી છેતરપિંડી મોટામાથાને પણ ઉતાર્યા નાખ્યા શીશામાં ટેલિકોમમાં રોકાણ કરવાની આપી લાલચ છેતરપિંડી કરનારો આરોપી પોલીસ સકંજામાં ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – રાજકોટમાં લોભિયા અને લાલચુઓને ધૂતારાનો ભેંટો થતો જ રહે છે અહીં અવનવી સ્કીમ બનાવીને લોકોને સ્કીમમાં ઉતારવા માટે […]

Top Stories Rajkot Gujarat
RJT રાજકોટ : 26 વર્ષનાં શખ્સે ફેરવ્યું 28 કરોડનું ફૂલેકું, અનેક મોટા માથા પણ ઝપેટે
  • 26 વર્ષનાં શખ્સનું કારનામું
  • 28 કરોડનું ફેરવી નાખ્યું ફૂલેકું
  • સૌરાષ્ટ્ર – રાજકોટનાં અનેક સાથે કરી છેતરપિંડી
  • મોટામાથાને પણ ઉતાર્યા નાખ્યા શીશામાં
  • ટેલિકોમમાં રોકાણ કરવાની આપી લાલચ
  • છેતરપિંડી કરનારો આરોપી પોલીસ સકંજામાં

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – રાજકોટમાં લોભિયા અને લાલચુઓને ધૂતારાનો ભેંટો થતો જ રહે છે અહીં અવનવી સ્કીમ બનાવીને લોકોને સ્કીમમાં ઉતારવા માટે ઠગબાજો સક્રિય જ હોઈ છે. ત્યારે ફરી એક શખ્સે લોકોની પૈસા કમાવાની લાલચ અને મહેનત વગર કરોડો રૂપિયા કમાવવા માટે સપનાઓ બતાવીને કરોડોનું કૌભાંડ આચરી નાખ્યું છે. આ માટે પહેલા તો થોડા મહિના સુધી આ શખ્સે નફો પણ આપી દીધો હતો, જેથી માછલીઓ જાળમાં ફસાઈ.  જોકે, હવે તે પોતે જ જાળમાં ફસાઈ ગયો છે. અને આવી ગયો છે પોલીસના સકંજામાં.

રાજકોટમાં એક ભેજાબાજે અનેક મોટામાથાને શીશામાં ઉતારીને 28 કરોડથી વધુની છેતરપિંડી કર્યાની વિગતો સામે આવી છે. અલગ અલગ લોકોને ટેલિકોમમાં રોકાણ કરવાનું કહીને ફસાવીને તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ફુલેકુ ફેરવી નાખવામાં આવ્યું હતું. છેતરપિંડી કરનારા ભેજાબાજ એવા દેવાંગ ચૂડાસમાને આખરે પોલીસે ઝડપી લીધો છે.

કરોડોનું ફૂલેકું ફેરવી નાખનાર આ શખ્સની ઉંમર માત્ર 26 વર્ષની જ છે. માત્ર 26 વર્ષથી ઉંમરમાં તેને રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના અને શહેરના લોકોના 28 કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યાનું સામે આવ્યું છે. ટેલિકોમમાં રોકાણ કરવા અને 4 થી 6 ટકાનો રોકડીયો નફો અપાવી દેવાની લાલચ આપીને દેવાંગે અનેક ને શીશામાં ઉતારી નાખ્યા હતા.

પોલીસને ફરિયાદ મળતા આખરે તેને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે રૂપિયા ગુમાવનાર લોકોને પૈસા પાછા ક્યારે મળે છે અને દેવાંગે આખરે એ કરોડો ક્યાં નાખ્યા એ રહસ્ય ઉકેલવા માટે પોલીસ માટે પડકાર છે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.