Finance minister/ નાણામંત્રીએ કહ્યું પેટ્રોલ, ડીઝલ અને ગેસને GSTના દાયરામાં લાવી શકાય,પરતું આ સંમતિ જરૂરી…

બજેટ પર ઉદ્યોગસાહસિકો સાથેની ચર્ચામાં નાણામંત્રીએ કહ્યું કે વૈશ્વિક મંદી ચાલુ છે અને તે ભારતીય નિકાસ માટે પડકારરૂપ છે.

Top Stories India
Finance Minister

Finance Minister:   નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસને GSTના દાયરામાં લાવવાની જોગવાઈ પહેલેથી જ છે. બુધવારે એક ઔદ્યોગિક સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે રાજ્ય અને GST કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે સંમત થવું પડશે.

નાણાપ્રધાને (Finance Minister) કહ્યું કે એક વખત રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે સંમત થાય અને જીએસટી કાઉન્સિલ પણ સંમત થાય અને પેટ્રોલ-ડીઝલનો જીએસટી દર નક્કી થઈ જાય તો અમે પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવીશું. તાજેતરમાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની વાત કરી હતી. પેટ્રોલિયમ મંત્રાલયે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત આનો પ્રયાસ કર્યો છે.

હાલમાં પેટ્રોલ અને ડીઝલ (Finance Minister પર એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે જેમાં રાજ્યોનો પણ હિસ્સો છે. જીએસટીના દાયરામાં ન હોવાને કારણે રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર પણ વેટ લાદે છે, જે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે.જીએસટી કાઉન્સિલની બેઠક 18મી ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત છે. જોકે, આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા અંગે કોઈ ચર્ચા થશે નહીં કારણ કે તે કાઉન્સિલની બેઠકના એજન્ડામાં નથી.

બજેટ પર ઉદ્યોગસાહસિકો સાથેની (Finance Minister) ચર્ચામાં નાણામંત્રીએ કહ્યું કે વૈશ્વિક મંદી ચાલુ છે અને તે ભારતીય નિકાસ માટે પડકારરૂપ છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આયાતને સંપૂર્ણપણે રોકી શકીએ નહીં. અમે આયાત કરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી પર નજર રાખી રહ્યા છીએ અને અમારા ઉદ્યોગને નુકસાન પહોંચાડતી વસ્તુઓ પર અમે કસ્ટમ ડ્યૂટી વધારી રહ્યા છીએ.

પ્રહાર/ મદનીને હિંદુ ધર્મની ABC પણ ખબર નથી, અલ્લાહ અને ઓમ’ના નિવેદન પર સાધ્વી પ્રાચીનો પ્રહાર

Notice/ રાહુલ ગાંધીએ વિશેષાધિકાર ભંગની નોટિસનો જવાબ મોકલ્યો,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરી હતી ટીપ્પણી

Issue India China Tension/ ચીનના તણાવ વચ્ચે LAC પર ભારતની તાકાત વધશે, મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય