Bodeli/ કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવક બમણી થશે: રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. જેમના હૈયે સૌ કોઈનુ હિત વસેલું છે એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે પાસ કરેલા

Top Stories Gujarat Others
bachu khabad કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવક બમણી થશે: રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ

@સુલેમાન ખત્રી , છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. જેમના હૈયે સૌ કોઈનુ હિત વસેલું છે એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી થશે એમ રાજ્યના રાજ્યકક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, ગૌ સંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવાયું હતુ.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સુશાસન દિન નિમિતે યોજાયેલ ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, સરકાર રાજ્યમાં વસતા તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે સતત ચિંતા અને ચિંતન કરી રહી છે એમ ઉમેરી તેમણે રાજ્યના ખેડૂતોને કૃષિ કાયદાઓ બાબતે ફેલાવવામાં આવતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ગુજરાતે કરેલા તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ થકી સમગ્ર વિશ્વમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે એમ જણાવ્યુ હતુ.

આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી આજે દેશના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા સીધા જમા કરાવશે એમ જણાવ્યું હતુ.

વધુમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ અંગે જાણકારી આપતા તેમણે આ કાયદાઓથી ખેડૂતોને સાચા અર્થમાં આઝાદી મળશે એમ જણાવી રાજ્ય સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાની વિગતે જાણકારી આપી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ, ચેક અને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપણીની અધ્યક્ષતામાં આયોજિત સુશાસન દિવસની ઉજવણીનું વિડિયો કોન્ફરન્સથી જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વિષયક ફિલ્મ અને ઇ- સેવાસેતુ અંગેની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ, નાયબ પોલસવડા એ. વિ. કાટકર, એપીએમસી ચેરમેન શિવ મહરાઉલ, ગામના સરપંચ, તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યો, ખેડૂતો, નાયબ બાગાયત નિયામક કૃણાલભાઇ પટેલ, અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…