Test series/ ઇંગ્લેન્ડને 157 રને હરાવીને ટીમ ઇન્ડિયાએ ઓવલમાં રચ્યો ઇતિહાસ,સીરિઝ 2-1થી આગળ

ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 368 રનનો ટાર્ગેટ આપ્યો

Top Stories
testserieas ઇંગ્લેન્ડને 157 રને હરાવીને ટીમ ઇન્ડિયાએ ઓવલમાં રચ્યો ઇતિહાસ,સીરિઝ 2-1થી આગળ

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. ઓવલમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.ભારતીય ટીમને ઓવલમાં ટેસ્ટ મેચ જીતવા માટે 50 વર્ષ લાંબી રાહ જોવી પડી હતી. તેણે આ પહેલા 1971 માં ઓવલ ખાતે અજીત વાડેકરની કેપ્ટનશીપમાં એક ટેસ્ટ મેચ જીતી હતી.

ટીમની ઐતિહાસિક જીતમાં ઉમેશ યાદવે ત્રણ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ બે -બે વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે  કે ભારતનો બીજો દાવ 466 રનમાં ઓલઆઉટ થયો હતો. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્મા (127) એ સદી ફટકારી હતી. આ સિવાય ચેતેશ્વર પૂજારા (61), શાર્દુલ ઠાકુર (60) અને  પંતે શાનદાર અડધી સદી રમી હતી.

India go 2-1 up in the Test series 🎉#WTC23 | #ENGvIND | https://t.co/zRhnFj1Srx pic.twitter.com/IvwZE1THXB

— ICC (@ICC) September 6, 2021

ઉલ્લેખનીય છે કે ભારતે ચાેછી ટેસ્ટ જીતીને ઇગ્લેન્ડ પર 2-1છી સરસાઇ મેળવી લીધી છે,પ્રથમ બેટિંગમાં માત્ર 191 રન પર ઓલઅઉટ થઇ ગયા બાદ બીજા દાવમાં 466 રન કર્યા હતા અને ઇગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરતું ઇગ્લેન્ડની ટીમ માત્ર 210 રનમાં ઓલઆઉટ થઇ જતાં ભારતનો ભવ્ય વિજ્ય થયો હતો ,આગામી અને અતિમ મેચ ઇગ્લેન્ડ માટે અતિ મહત્વની છે.