Shameless/ ચાલુ ટ્રેનમાં એકાએક યુવકે કપડા કાઢી નાખ્યા, વડોદરાની યુવતીએ રેલ મંત્રીને મોકલ્યો વીડિયો,પોલીસ પહોંચી અને…

ઉદયપુરથી ઇન્દોર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન માં વડોદરાની યુવતી પણ યાત્રા કરી રહી હતી ત્યારે યુવતી સામે એક યુવકે અત્યંત બિભત્સ વર્તન કરતાં મામલો રેલવે મંત્રી પિયુષ ગોયલ સુધી પહોંચ્યો હતો..મૂળ વડોદરાની 25

Gujarat Vadodara
train ચાલુ ટ્રેનમાં એકાએક યુવકે કપડા કાઢી નાખ્યા, વડોદરાની યુવતીએ રેલ મંત્રીને મોકલ્યો વીડિયો,પોલીસ પહોંચી અને...

ઉદયપુરથી ઇન્દોર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાની યુવતી પણ યાત્રા કરી રહી હતી ત્યારે યુવતી સામે એક યુવકે અત્યંત બિભત્સ વર્તન કરતાં મામલો રેલવે મંત્રી પિયુષ ગોયલ સુધી પહોંચ્યો હતો..મૂળ વડોદરાની 25 વર્ષીય યુવતી સરકારી વિભાગમાં ફરજ બજાવે છે.તેણીએ યુવકનો વીડીયો બનાવી સંબંધિતોને મોકલી તેની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.પણ ઘટનાના સાત દિવસ પતવા છતાં રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના થતાં અનેક લોકોને અચરજ થયુંછે.railway ચાલુ ટ્રેનમાં એકાએક યુવકે કપડા કાઢી નાખ્યા, વડોદરાની યુવતીએ રેલ મંત્રીને મોકલ્યો વીડિયો,પોલીસ પહોંચી અને...

Covid-19 / કોરોનાએ ફરીથી મહારાષ્ટ્રમાં વિનાશ વેર્યો,  એક જ દિવસમાં લગભગ 10,000 નવા કેસ આવ્યા સામે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવતી ઉદયપુર-ઇન્દોર ઇન્ટરસીટી એકસપ્રેસમાં નીમચ જતી હતી ત્યારે સવા આઠ વાગે કોચની લાઇટ શરૂ થયા બાદ એક યુવક સામે આવી બેસી ગયો હતો અને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. આ અંગેનો વીડિયો બનાવી યુવતીએ આઈઆરસીટીસી અને રેલવે મંત્રી પિયુષ ગોયલને મોકલ્યો હતો.બનાવને નજર જોનાર એક રેલવે યાત્રીએ જણાવ્યુ હતું કે રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં બંદોબસ્ત હોય તો આવી ઘટના ના બની શકે.જોકે વિડીયો ઉતારી અને મોકલ્યા બાદ બાદ આ અંગેની જાણ થતા ટ્રેન માવલી પહોંચી ત્યારે રેલવે પોલીસ પહેલેથી ત્યાં હાજર હતી.

Coronavirus impact: Railways cancels all passenger trains till March 31

Blast / અહીં કોરોના વાયરસ ટેસ્ટીંગ સેન્ટર પાસે થયો બ્લાસ્ટ

પરંતુ પોલીસે પહોંચ્યા છતાં તેના હાથમાં કશું લાગ્યું નહીં,પોલીસે કોચનું ચેકિંગ કર્યુ હતું અને ફરિયાદ લીધી હતી પણ યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. અ બનાવની જાણ થતાં રેલવે એસપી દ્વારા કડક કાર્યવાહી માટેની સુચના અપાઈ હતી પણ આરોપીનો કોઈ સગડ મળ્યા ન હતા.આરપીએફના એક એએસઆઈના કહેવા મુજબ જયારે ફરિયાદ મળી ત્યારે ટ્રેન ચેક કરવામાં આવી હતી, પરંતુ યુવકના કોઇ સગડ મળ્યા ન હતા.

Holiday / બેંકોમાં માર્ચની મજા..!  માર્ચ મહિનામાં 10 દિવસ રજા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…