Not Set/ #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું “મંતવ્ય ન્યૂઝ”

મંતવ્ય ન્યૂઝે સતત બીજા વર્ષે ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન કર્યું છે.અમદાવાદમાં ભવ્ય સમારોહ આયોજીત કરીને મંતવ્ય ન્યુઝે 36 જેટલાં જાણીતા ગુજરાતીઓને એવોર્ડ આપી તેમનું સન્માન કર્યું હતું.આ ગૌરવવંતા ગુજરાતીઓને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાજના આ જાણીતા ચહેરાઓને સન્માનપત્રક આપ્યું હતું. મંતવ્ય ન્યૂઝ પરિવાર દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ […]

Ahmedabad Top Stories Gujarat
CM VIJAY RUPANIJI #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

મંતવ્ય ન્યૂઝે સતત બીજા વર્ષે ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન કર્યું છે.અમદાવાદમાં ભવ્ય સમારોહ આયોજીત કરીને મંતવ્ય ન્યુઝે 36 જેટલાં જાણીતા ગુજરાતીઓને એવોર્ડ આપી તેમનું સન્માન કર્યું હતું.આ ગૌરવવંતા ગુજરાતીઓને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાજના આ જાણીતા ચહેરાઓને સન્માનપત્રક આપ્યું હતું.

6L0A0272 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

મંતવ્ય ન્યૂઝ પરિવાર દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલ,હિમ્મતસિંહ પટેલ,રોહન ગુપ્તા, મનીષ દોશી સહિત હિમાંશુ વ્યાસ હાજર રહ્યાં હતા.

6L0A0358 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

એવોર્ડ સમારંભના યજમાન એવા મંતવ્ય ન્યૂઝનાં ગ્રૃપ ચેરમેન જીગ્નેશ પટેલ,રાકેશપટેલ,સુખવીન્દર સૈની,ડૉ. સુરેશ પટેલ અને અર્જુન પટેલ સહિતનો મંતવ્ય પરિવાર મહેમાનોને સન્માનવા હાજર રહ્યો હતો.

6L0A0287 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

pic event #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

pic event2 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

 

મંતવ્ય ન્યૂઝ આયોજિત “ગુજરાત ગૌરવ એવોર્ડ સમારોહ”માં રિલાયન્સ ગ્રુપનાં ધનરાજ નથવાણી, લોકગાયક કિર્તિદાન ગઢવી, ગુજરાતી ફિલ્મ કલાકાર નરેશ કનોડિયા અને ઈસ્કોન ગ્રુપનાં પ્રવીણ કોટક સહિત રાજ્યનાં 36 મહાનુભાવોનું વિવિધ એવોર્ડથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝે પોંખ્યા આ જાણીતા મહાનુભવોને…

“ગૌરવશાળી ગુજરાત એવોર્ડ”

1)શ્રી ધનરાજ નથવાણી-રિલાયન્સ ગ્રુપ

6L0A0378 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ એટલે કે આરઆઇએલ, એ કોઇ ઓળખાણની મોહતાજ નથી અને આ પ્રતિષ્ઠીત કંપનીના ગૃપ પ્રેસીડેન્ટ છે ધનરાજ નથવાણી.  મોરનાં ઇંડા ચીતરવા ન પડે એ કહેવતને બરાબર સાર્થક કરે છે, ધનરાજ નથવાણી.  મોટા ઝાડ નીચે નાનો છોડ ન ઉછરે તે વાતને ખોટી સાબીત કરી છે તેમણે.. પરીમલ નથવાણી જેવા સન્માનનીય વ્યક્તિના પુત્ર હોવા છતા તેમણે પોતાની એક આગવી ઓળખ પણ બનાવી અને નાની ઉંમરમાં સફળતાના શીખરો પણ સર કર્યા.

2)શ્રી નરેશ પટેલ-ખોડલધામ ટ્રસ્ટ

Naresh Patel #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

આપણુ વ્હાલું ભારત રાષ્ટ્ર સમગ્ર જગતમાં વિવિધતામાં એકતાથી ઓળખાય છે. દેશનું સૌથી સમૃદ્ધ અને શાંતિપ્રિય રાજ્યની વાત આવે ગુજરાતને અવશ્ય યાદ કરવું જ પડે. આઝાદીની લડત વખતે લોકમાન્ય તિલકે જેમ જુદા જુદા ધર્મ, જાતિ અને પ્રાંતમાં વહેંચાયેલા દેશને એક માત્ર ગણેશોત્સવના નેજા હેઠળ એક કરીને સૌને રાષ્ટ્રવાદ તરફ વાળ્યા હતા. એ રીતે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતા પાટીદાર સમાજને એમાંય ખાસ કરીને લેઉવા સમાજને ખોડલધામના નેજા હેઠળ એક કરવાનો યશ આજે પણ નરેશભાઈ પટેલના નામે ઇતિહાસના પાને સુવર્ણઅક્ષરે અંકિત છે, છતા પણ સહેજ પણ પ્રસિદ્ધિ ક્યાંક પોતાના ખાતામાં જમા ન થઇ જાય એની પૂરતી કાળજી નરેશભાઈ રાખે છે..

3) શ્રી નરેશ કનોડીયા-ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર

6L0A0386 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

વર્ષો સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્રી શાસન ભોગવનાર, ગુજરાતનાં લોકપ્રિય કલાકાર, ગુજરાતી દર્શકોના દિલમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ઊભું કરનાર કલાકાર એટલે નરેશ કનોડિયા.  “મહેશકુમાર એંડ પાર્ટી ” માં ખંજરી વગાડતાં- વગાડતાં કે સ્ટેજ પર ડાંસ કરીને આ મુકામ સુધી પહોંચનાર નરેશ કનોડિયા જેટલા ઉંચા દરજાના કલાકાર છે એટલા જ પોતાના વાસ્તવિક જીવનમાં સરળ વ્યક્તિ છે. સફળ કારકિર્દી ધરાવતા હોવા છતાં કોઈ પણ જાતના બાહ્ય આડંબરથી રહિત નરેશ કનોડિયા “જોની જૂનિયર”ના હુલામણા નામથી પણ જાણીતા છે.. ગુજરાતની પ્રજાનું મનોરંજન કરનાર મહેશ-નરેશ બેલડી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 1969થી પોતાની કલાનો કસબ ગુજરાતી દર્શકોને દર્શાવી રહ્યા છે.

4)શ્રી ગૌરાંગ વ્યાસ-સંગીતકાર

/6L0A0369 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

કહેવાય છે ને ” દીકરાના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં ” એ ઉક્તિને જાણે માતાના ગર્ભમાંથી જ બહુમૂલ્ય ભેટ મળી હોય અને માં એ જ જાણે સંગીતના પાઠ પોતાની રગે રગ માં સિંચ્યા હોય એમ ગુજરાતના સંગીતજ્ઞ શ્રી ગૌરાંગભાઈ એ જયારે શૈશવકાળમાં માત્ર પાંચ વર્ષની વયે ઘોડિયા તોડવાથી લઈને ગિલ્લી ડંડા ને લખોટીઓ અને ઘૂઘરા રમવાની ઉંમરે પોતાના હાથની આંગળીઓ માના પાલવને ખેંચવાની જગ્યાએ હાર્મોનિયમ પર મૂકી સારેગામાનો સુર રેલાવી શ્રેષ્ઠતમ વૈષ્ણવજન ની સુરાવલી દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપેલી. જે જમાનામાં ગુજરાતી ચલચિત્રો ધૂમ મચાવતા એ વખતે ગૌરાંગભાઈ સંગીત શ્રેષ્ઠિ પુરુષોત્તમ ઉપાધ્યાયના પેગડામાં પગ મૂકી અનેક ગુજરાતી ફિલ્મો જેવી કે લીલુડી ધરતી, ઉપર ગગન વિશાળમાં સંગીત પીરસ્યું ને સંગીત જગતમાં પોતાનો પગદંડો જમાવ્યો ને એવોર્ડ પોતાના નામે કર્યો…

5) ઐશ્વર્યા મજુમદાર- સિંગર

6L0A0404 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

કહેવાય છે ને કે, ગીત અને સંગીત એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા. સંગીત એ આત્માની ભાષા છે મનની સાધના છે. તો લાગણીઓની વાચા છે. વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં સમૃદ્ધિનું શિખર એટલે ઐશ્વર્ય. અને અહીં ઐશ્વર્ય એટલે સફળતાનું પૂર્ણવિરામ. જેના કંઠમાં કોયલનો ટહુકો સંભળાય એવી કોકીલકંઠી ગરવી ગુજરાતણ એટલે ઐશ્વર્યા મજમુદાર. ગીત સંગીતની દુનિયાનું એવું નામ જે સાંભળતા જ રોમે રોમ ઝુમી ઉઠે એ નામ એટલે ઐશ્વર્યા. સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંનેને સુપેરે પચાવી જાણનાર એક ગુજરાતી દીકરી પર ગૌરવ કોને ન થાય ?

6) અંજલીબેન રૂપાણી-પુજીત રૂપાણી ટ્રસ્ટ

cm #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

સેવાકીય પ્રવૃત્તિઓ માટે જો કોઇ જાણીતું નામ હોય તો તે છે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ  ટ્રસ્ટ.  શ્રી વિજય રૂપાણી અને અંજલિ રૂપાણીના દિકરા પૂજીતનું આકસ્મીક નિધન થયુ અને તેમના આ વહાલસોયા દિકરાની યાદમાં આ માતા પિતાએ મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. તેઓએ વિચાર્યું કે સેવાકીય પ્રવૃત્તિઓ થકી તેમના દિકરાની યાદ અને સ્મૃતિ તેઓ લોકોમાં જીવંત રાખે. અને આવાજ ઉમદા વિચાર સાથે અંજલિબેન રૂપાણી સતત આ ટ્રસ્ટ થકી લોકો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલા છે. મહિલાઓને  પગભર કરવા માટે કોમ્પ્યુટર ટ્રેનીંગ, બાળકો માટે બાલ સ્વપ્ન રથ અને સપ્તસુર સંગીત વિદ્યાલય આમ સતત વ્યસ્ત રહેવા છતા, તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે અંજલિબહેન રૂપાણી સમય ફાળવી જ લે છે. તેમના સ્વભાવની સરળતા અને લોકો માટે નિસ્વાર્થ સેવા કરવાની આ ભાવના તેમને સૌથી નોખા વ્યક્તિ પણ બનાવે છે.

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

શ્રી ચંદુભાઈ ફળદુ 

6L0A0414 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

પ્રાચીન હાલાર પ્રદેશનાં જામ સાહેબનાં વિખ્યાત જામનગર સ્ટેટનાં જામજોધપુરનાં એક નાનકડા ગામમાં જન્મેલા ચંદુભાઈની ખ્યાતિ માત્ર સૌરાષ્ટ્ર પૂરતી સીમિત ન રહેતા, રાજ્ય અને દેશનાં સીમાડા ઓળંગી સાત સમંદર પાર જઈ ચુકી છે. એક બાજુ કુદરતનો માર ને બીજી બાજુ ગામડાનું જીવન બંને પર વિજય મેળવી પોતાના ઉદ્યમ થકી આગળ વધેલા. ચંદુકાકાના હુલામણા નામથી ઓળખાતા ચંદુભાઈ લોકોના હૃદયમાં વસે છે. તેનું એક માત્ર કારણ માનવીય અભિગમ.

પોતાની કુશાગ્ર બુદ્ધિ, અથાગ પરિશ્રમ અને પથ્થરમાંથી ઘસાઈ ઘસાઈને હીરો ને માણેક બને એમ લોકો માટે ઘસાઈ જવાની તમન્નાએ એમને જીવનમાં ચમકવ્યા જેનાથી આખી દુનિયા અંજાયેલી છે.પરગરજું ચંદુકાકાની ગણના ગુજરાતના શકિશાળી રાજકીય અને સામાજિક આગેવાનોમાં થાય છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈના પ્રીતિપાત્ર ગણાતા ચંદુભાઈ સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. દુનિયાના ચમકતા એવું ગ્લેમર વર્લ્ડ માં પણ એમનું અનેરું પ્રદાન છે અને તેઓએ અનેક ફિલ્મો બનાવી લોકોને રૂપેરી પડદે ચમકાવી સમાજને સંદેશો આપ્યો છે.

ગુજરાત ગૌરવ-2019

1) શ્રી  વેદપ્રકાશ ચીરીપાલ  -ચીરીપાલ ગૃપ

6L0A0319 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

ગુજરાતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત આવે તો સૌથી પહેલું નામ જે યાદ આવે તે છે ચીરીપાલ ગૃપ અને તેના કર્તા હર્તા વેદ પ્રકાશ ચીરીપાલનું. 1972 માં 12 પાવર લુમ્સ થી શરૂ કરેલો વ્યવસાય આજે તો એક મોટું વટવૃક્ષ બની ચુક્યું છે. હરિયાણાના ભિવનીમાં જન્મેલા વેદપ્રકાશજી સતત 40 વર્ષોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એકહથ્થુ સફળતાનું શાસન ચલાવી રહ્યા છે. તેમની કંપની થકી હજારો લોકોને તેઓ રોજગાર પુરો પાડે છે અને સતત મહેનત અને અવિરત સંઘર્ષથી તેઓ તેમની આ સફળતાની યાત્રામાં આગળ વધી રહ્યા છે. તો સાથે જ ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉદ્ગમ ટ્રસ્ટ, અગ્રવાલ સેવા સમિતી, અગ્રવાલ સેવા સંસ્થાન જેવી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેમનું સામાજીક યોગદાન પણ સરાહનીય છે.

2) શ્રી દેવકીનંદન બંસલ -ફેમસ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ ,કચ્છ

6L0A0349 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

સ્વપ્રેરણા અને પરિણામલક્ષી અભિગમ ધરાવતા ગાંધીધામ, કચ્છના જાણીતા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ એવા દેવકીનંદન બંસલ, પોતાના જીવનનાં અનુભવોનું ભાથુ લઇને, તેમની કુશળ મેનેજમેન્ટ સ્કીલની મદદ અને સફળ નેતૃત્વ જેવા અનેક પાસાઓ સાથે લઇને ટીમ્બર બીસનેઝમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચુક્યા છે. ટીમ્બર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતા સામાજીક ક્ષેત્રે પણ એટલા જ કાર્યરત છે તો સાથે જ તેઓ રાજકીય ક્ષેત્રે પણ પોતાની ઓળખાણ ઉભી કરી ચુક્યા છે.

3) શ્રી આશિષ શાહ -બાલાજી ગૃપ

Ashish Shah #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

ખુબ નાની ઉંમરમાં વ્યાપારી ક્ષેત્રે જાણીતા એવા યુવાન એન્ટરપ્રીન્યોર આશિષ શાહ, બાલાજી ગૃપના સીએમડી છે. ફ્યુઅલ ઇન્ડસ્ટ્રી સાથે પોતાની કારકિર્દીની શરૂ કરનાર અને 2006થી રીયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય આશિષ શાહની આજે દેશનાં અગ્રગણ્ય બીસનેઝમેનમાં ગણના થાય છે. સફળ લીડર, બોલ્ડ નિર્ણયો લેવાની હિંમત, કોઇપણ પરિસ્થીતી સામે પુરી તાકાતથી લડવાની તેમની વિચારસરણી તેમના માટે તેમની કારકિર્દીની સફળતાનો મંત્ર છે.

4) શ્રી જીતુભાઈ ચંદારાણા – મારવાડી યુનિવર્સિટી,રાજકોટ

6L0A0343 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

ટેક્સટાઇલ, એન્ટરટેઇન્મેન્ટ, ફાઇનાન્સ અને એડયુકેશન સેક્ટરમાં સમગ્ર ભારતમાં શ્રી જીતુભાઇ ચંદારાણા એક આગવી ઓળખ ધરાવતું નામ છે. તેમણે 2009માં 9000 થી વધુ વિદ્યાર્થી અને 900 થી વધારે ફેકલ્ટી અને સ્ટાફ ધરાવી મારવાડી યુનિવર્સિટી આજે 9 યુરોપિયન અને અમેરિકન યુનિવર્સિટી સાથે કૉલોબોરશન અને 600 થી વધુ કોર્પોરેટ કંપનીઓ સાથે ટાઇઅપ ધરાવતી, 40 એકરમાં પથરાયેલી મારવાડી યુનિવર્સિટીની સ્થાપના કરી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતમાં બેજોડ કહી શકાય એવી શૈક્ષણિક સંસ્થાની ભેટ આપી છે.

5)  કિર્તીદાન ગઢવી – લોકગાયક

6L0A0393 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી કુળમાં જેનો જન્મ થયો એટલે કિર્તીદાન ગઢવી. એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડાંમાં જન્મ અને ઉછેર થયો તેવા લોક ગાયક  કિર્તીદાન ગઢવી બાલ્યકાળથી જ તે સમયના સંગીતજ્ઞ ગાયકોના ગીતો સંભાડવા ગાવાનો ખુબજ શોખ હતો. સંગીતના સૂરોને અભિવ્યક્ત કરવા માટે યોગ્ય અવસરની અપેક્ષા અને ખોજ રહતી અને નવરાત્રીનો તહેવાર, શાળા કોલેજના ઉત્સવો, સામાજીક ધાર્મિક કાર્યક્રમો વી.ના સ્વરૂપે ક્યારેક ગાવાનો અવસર મળતો.એક ગાયક કલાકારે ને  અવસ્થિત થવા માટે તેના શ્રોતાઓના હ્રદયમાં પહોચવાનું હોય છે. સંઘર્ષના બે મહત્વના પાત્રો નિભાવના કિર્તીદાન ગઢવી હતા એક પ્રોફેસર તરીકે વિધાર્થીઓને સંગીતનું શિક્ષણ અને બીજું પાત્ર એક નવોદિત ગાયક કલાકારનું પાત્ર માટે પ્રસંગોપાત પ્રતિકૂળતાઑ વચ્ચે વ્યાપક અને કઠણ મુસાફરી કરી.આજે કિર્તીદાન ગઢવી દેશ નહી પણ વિદેશમાં પણ તેમની ગાઈકા ધૂમ મચાવે છે.

6) શ્રી અશોક ગજેરા  અને  શ્રી વિપુલ પટેલ –સવન બિલ્ડર્સ , રાજકોટ

6L0A0426 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

2004 થી બાંધકામ ક્ષેત્રે જાણીતું થયેલું નામ એટલે સવન બીલ્ડર્સ. વન ગૃપને ખુબ ટુંકા ગાળામાં સમગ્ર રાજ્યમાં જાણીતું કરવામાં જે બે વ્યક્તિનો સૌથી મોટો ફાળો છે તે છે અશોક ગજેરા અને વિપુલ માંકડિયા. 2004થી લઇને અત્યાર સુધી 15 થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી ચુક્યા છે અને 3 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. સવન બીલ્ડર્સના અશોક ગજેરા અને વિપુલ માંકડિયાની સૌથી નોખી વાત એ છે કે તેઓ જે કામ તેઓ શરૂ કરે છે તે કામને તેઓ નિશ્ચીત સમયથી પણ વધુ ઝડપથી પૂર્ણ કરે છે અને તેના કારણે લોકોમાં તેમની જે વિશ્વસનીયતા છે તે વધતી જઇ રહી છે. રહેણાંક મકાનો, વીકેન્ડ હોમ્સ હોય કે પછી હોય કોમર્શીયલ બીલ્ડીંગની વાત લોકોની પહેલી પસંદ બની રહ્યું છે સવન. રંગીલા રાજકોટમાં પહેલું મલ્ટીસ્ટોરીઝ ક્લબ હાઉસ બનાવવાનું શ્રેય પણ જાય છે આ બેલડીને એટલે તે સવન બીલ્ડર્સને..

7) શ્રી પ્રવીણ કોટક  -ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ અને લોહાણા મહાપરિષદના પ્રમુખ

6L0A0338 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

બાળપણથી જ પ્રવીણભાઇને કંઇક વિશેષ  કરી છુટવાની તમન્ના હતી  અને મહેનત કરવાની ધગશ હતી… નામ તેવા જ ગુણ ધરાવતા પ્રવિણભાઇની કોઠાસુઝ અને હિંમત થકી ટુંક સમયમાં જ શ્રોફ પેઢી જે પી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં પરિવર્તીત થઇ. અને તેમની કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરતી ચાલી. હંમેશા કંઇક નવું કરવાની તેમની તમન્નાએ તેમને સાહસ કરવાની હિંમત આપી અને ઇસ્કોન મેગા મોલની સિધ્ધી તેમના નામે લખાઇ. આ સિધ્ધી મેળવવાની યાત્રા અવિરત ચાલતી રહી છે.. પ્રવિણભાઇ કોટકને અનેક એવોર્ડ્સથી સન્માનીત કરવામાં આવ્યા છે અને તેઓ ન માત્ર વ્યવસાયીક ક્ષેત્રેજ નામના મેળવી શક્યા પણ સામાજીક સતકાર્યોમાં પણ હંમેશા પહેલ કરી છે.

8) શ્રી નરેન્દ્ર સોમાણી – TGB

Narendra Somani TGB #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

અમદાવાદના ઝળહળતા એસ.જી. રોડ પરથી નિકળો અને ” ધ ગ્રાન્ડ ભગવતી ” નજરે ન પડે એવું ભાગ્યેજ બને. જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના સાથે માત્ર ને માત્ર નજર સમક્ષ ગીતાના કર્મનો સિદ્ધાંત લઈને સંઘર્ષપથ પર ચાલતો અડગ મનનો મુસાફર એટલે નરેન્દ્રભાઈ સોમાણી. હોટેલ અને કેટેરિંગની દુનિયાના બેતાજ બાદશાહ અને અજેય એવા આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા નરેન્દ્રભાઈનો સંઘર્ષ આજના યુવાનોને પ્રેરણા આપે છે. એમના જીવન ચરિત્ર પરથી આજના યુવાનોને એક સંદેશ જાય છે કે ” કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી”

9) શ્રી નરેન્દ્ર પટેલ  – સન બિલ્ડર્સ 

6L0A0325 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઔડા એ ગુજરાતના મહત્વના શહેર અમદાવાદના વિસ્તારોમાં બાંધકામ અને તેના વિકાસકાર્યોની દેખરેખ કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. આવી સંસ્થા અને આવી સંસ્થા સાથે જોડાયેલા કર્મનિષ્ઠ અધિકારીઓએ અમદાવાદની ગતિને એક નવો વેગ આપવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. એવા જ કર્મનિષ્ઠ અધિકારી શ્રી નરેન્દ્ર પટેલ ઔડા સાથે 17 થી પણ વધુ વર્ષો સુધી જોડાયેલા રહ્યા. અરબન પ્લાનીંગ, અરબન હાઉસીંગ અને અરબન ગવર્નન્સમાં નરેન્દ્ર પટેલનો 37 વર્ષોથી પણ વધુનો અનુભવ છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ કે જે આખા દેશના 4000 થી વધુ ટાઉન પ્લાનર્સની સંસ્થામાં આશરે 25 વર્ષ બાદ એક ગુજરાતી તરીકે ઓફીસ બેરર્સ એટલે કે હોદેદાર સ્થાન પામ્યા છે. જીઆઇસીઇએમાં તેઓ વર્ષ 2003 થી 2006 સુધી પ્રેસીડેન્ટ રહ્યા તો 1998 થી 2005 સુધી તેઓ ગાઇહેડના વાઇસ પ્રેસીડેન્ટપદે રહ્યા છે. અનેક જગ્યા પર તેઓ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પોતાની સેવા આપી ચુક્યા છે.

10) શ્રી વૈદ્ય રાજેશ ઠક્કર – નિસર્ગ આયુર્વેદમ

Vaidh Rajesh Tahkkar #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

દુનિયાની તમામ ચિકિત્સા પદ્ધતિઓમાં સૌથી જૂની અને પ્રતિષ્ઠિત પદ્ધતિ એટલે આયુર્વેદ.આપણી સંસ્કૃતિમાં ઋષિ સંસ્કૃતિ અને એમના થકી કુદરતી સંપત્તિમાંથી વિકસાવેલી આ આયુર્વેદિક ઉપચારની પધ્ધતિ આજે સમગ્ર જગત અપનાવી રહ્યું છે.  1997માં વૈદ્ય રાજેશ ઠક્કર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે એક ક્લીનીકની શરૂઆત કરવામાં આવી, જે વર્ષ 2009માં પ્રાઇવેટ લીમીટેડ કંપની બની છે. તેઓએ 45 હજાર પંચકર્મ થેરાપી અને 2300 થી વધુ દંપતિઓને  ગર્ભસંસ્કારની સેવાઓ આપી છે.વૈદ્ય રાજેશ સાથે 18 વૈદ્યની આખી ટીમ ખડેપગે રહે છે અને તેમણે અનેક સન્માન પણ તેમણે મેળવ્યા છે.

11) શ્રી ડૉ. નિસર્ગ ધારૈયા – સ્નેહ હોસ્પિટલ

Nisharg Dharaiya #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

કોઇપણ દંપતિ માટે સંતાનનું સુખ એ વિશ્વનું સૌથી મોટું સુખ હોય છે.પરંતુ ક્યારેક કેટલાક દંપતિથી આ સુખ છેટે રહી જતું હોય છે અને આવા જ નિસંતાન દંપતિ માટે આશિર્વાદરૂપ બની રહી છે સ્નેહ આઇવીએફ સેન્ટર.50 હજારથી વધુ વંધ્યત્વ નિવારણના કેસ જે ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યા છે તેવી આ ટીમનું નેતૃત્વ કરતા ડો. નિસર્ગ ધારિયા અનેક એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે..20 હજારથી વધુ લોકોને કેમ્પમાં નિશુલ્ક ચકાસવામાં આવ્યા છે તો સાથે જ અનેક લોકોના આરોગ્યના પ્રશ્નોને હલ કરવામાં સફળતા પણ મેળવી છે.નિસર્ગ ધારિયા અનેક ફ્રી કેમ્પ તેઓ કરી ચુક્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં  તો સાથે જ એક સફળ ટીમના નેતૃત્વ સાથે તેઓ આગળ પણ વધી રહ્યા છે.. તબીબને ધરતી પરના ઇશ્વર એટલે જ કહે છે કારણકે તેઓ દર્દીને નવજીવન આપે છે.

12) શ્રી પ્રકાશ મોદી – વીરા ગોલ્ડ

Prakash Modi #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

રાજસ્થાન અને ગુજરાતને જોડતો પ્રદેશ એટલે બનાસકાંઠા.દેશનો સરહદી જિલ્લો અને કુદરતી વિષમતાઓથી ભરેલા રણ પ્રદેશમાં કુદરતની થપાટો ખાઈને પોતાનો શૈશવકાળ વિતાવેલા શ્રી પ્રકાશભાઈ મોદી..એ જીવનમાં કંઈક કરવાની નેમ સાથે શહેર ભણી કૂચ કરી.અમદાવાદમાં 1989માં પ્રકાશભાઇએ તેમના કાકા અને ભાઇઓ સાથે વિજય ગોલ્ડ નામે દુકાન શરૂ કરી.નાનકડી શરૂઆત આગળ વધી અને હવે તો 60 જેટલા લોકો તેમના ત્યાં કામ કરી રહ્યા છે. પ્રકાશ મોદીએ વિજય ગોલ્ડની સાથે સાથે 2014માં વીરા ગોલ્ડના નામે પણ આજે ગોલ્ડનું વટવૃક્ષ ઉભું કર્યું છે.

13) શ્રી અનિલ પંડ્યા – ચેરમેન, નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ

Anil Pandya #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

પંડ્યા બંધુઓએ પોતાના શિક્ષણ પ્રેમને સાકાર કરવા માટે નીરજા એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2005માં કરી ત્યારથી અત્યારસુધીમાં પ્લે સ્કુલથી માંડીને સાયન્સ કોલેજ, બીસીએ, બીએડ, એમ એડ કોલેજ તેમજ આર્થિક સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી સાથે સમાજમાં શિક્ષણનાં પાયા રોપી રહ્યા છે.

14) શ્રી પ્રફુલ્લ ગઢવી – ગઢવી કેરિયર એકેડેમી

Praful Gadhavi #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

કોઇપણ માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું સંતાન સફળતાના શિખરે બીરાજે, જીવનમાં ખુબ આગળ વધે. કેટલાક આ સ્વપ્નને સાકાર કરી શકે છે તો કેટલાકના સ્વપ્ન અધૂરા પણ રહી જાય છે..  કેટલાય વિદ્યાર્થીઓ તેમના ઉજ્જવળ ભાવિ માટે સતત પ્રયત્નશીલ પણ  છે.  આ માર્ગ પર  આગળ વઘવા માટે જો યોગ્ય માર્ગદર્શક મળી જાય તો તે સફર પણ આસાન થઇ જતી હોય છે. આવા જ જાણીતા માર્ગદર્શક એટલે કેરીયર ગુરૂ અને કેરીયર એક્સપર્ટ તરીકે જાણીતા પ્રફુલ્લ ગઢવી,  સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે યુપીએસસી, જીપીએસસી, જીએસએસએસબીની પરીક્ષાની તાલીમ માટે ડિસેમ્બર 2013થી ગઢવી કરીયર એકેડમીનાં માધ્યમથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરે છે.

15) શ્રી કિશોરભાઈ ડી. સાવજ – પ્રેસિડેન્ટ માધવ એજ્યુકેશન ટ્રસ્ટ

Kishorbhai Savaj #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

પ્રાચીન ભારતના સમયથી દિકરીઓ માતાના ગર્ભમાંથી સંઘર્ષ કરતી આવી છે.. દિકરીને દૂધપીતી કરતા ત્યાંથી લઇને બેટી બચાવો બેટી પઢાવો ને હવે તો સેલ્ફી વીથ ડોટર સુધીની યાત્રાને જેણે દિલથી આત્મસાત કરી છે તેવા એક વ્યક્તિ એટલે કિશોરભાઇ સાવજ. બહેતર સમાજના નિર્માણ માટે સમાજની દિકરીઓનું પ્રશિક્ષિત હોવુ અને પગભર હોવું અનિવાર્ય છે આ વાત અને વિચારને મૂર્તિમંત કર્યો છે  કિશોરભાઇ દેવચંદભાઇ સાવજે.સાંપ્રત સમયમાં દિકરીઓની સુરક્ષા માટેના પ્રશ્નો વધતા કિશોરભાઇએ દિકરીઓની સુરક્ષા અને સલામતી સાથે શિક્ષણ મળે તેવા ઉદ્દેશ્યથી ડિજીટલ કેમ્પસ ધરાવતી શાળા બનાવવાનું તેમણે વિચાર્યુ.ભવિષ્યમાં દેશના સર્વાંગી વિકાસમાં આ દેશની દિકરીઓ પણ સક્ષમ બની દેશનું નામ રોશન કરે તેવા પ્રયાસો માટે તેમણે માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વભારતી ગલ્સ ઇન્ટરનેશનલ સ્કુલની શરૂઆત 2016માં કરી.પોતે આર્ટ ઓફ લીવીંગ સાથે સંકળાયેલા છે અને વિવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે.

16) શ્રી ભરત પંચાલ – વુડી જોન્સ પિઝ્ઝા

Bharat Panchal Woody Jones #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

તમામને સાથે લઇને ચાલવાના સંયુક્ત પરિવારના સંસ્કારો,  તે વાતાવરણનો  ઉછેર અને હંમેશા જીવનમાં કંઇક અનોખુ કરવાની કામના હૈયે લઇ 20 વર્ષ પહેલા ફુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા ભરતભાઇ પંચાલ. શુધ્ધ અને સ્વાદિષ્ટ તમામની થાળીમાં પીરસવાના નોખા વિચાર સાથે તેઓ ફુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા.  અનલીમીટેડ પીઝાનો કોન્સેપ્ટ ગુજરાતમાં પ્રથમ વખત લાવનાર ભરતભાઇની વુડી જોન્સ નામથી પીઝા રેસ્ટોરન્ટની આખી ચેન ચાલે છે.  20 થી પણ વધુ જગ્યા પર તેમના આ રેસ્ટોરન્ટ ચાલે છે.

17) શ્રી કિશોર પ્રજાપતિ – અમર ગ્રુપ

Kishor Prajapati #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

કહેવાય છે ને દુનિયાનો છેડો એટલે ઘર.લોકો મકાન બનાવે છે  પણ એક ગૃપ એવું છે જે ગૃપ ઘર બનાવે છે અને આ ગૃપ એટલે અમર ગ્રુપ.કિશોર ધર્મસિંહ પ્રજાપતિ તેમના પિતાએ 1987માં શરૂ કરેલી સફરમાં જોડાયા. કિશોરભાઇના  પિતા સૌરાષ્ટ્રથી વડોદરા આવ્યા અને આ કામમાં જોડાયા અનેક સંઘર્ષો તેમની સફળતાના માર્ગમાં આવ્યા પણ તેને તેમણે તેમની સફરના સ્ટેપ્સ બનાવ્યા. કિશોરભાઇની સફળતા માટે તેઓ કહે છે કે આ માત્ર મારી સફળતા નથી પણ આ મારી સાથે જોડાયેલા તમામ મારા સહયોગીઓની સફળતા છે.સતત સંઘર્ષ અને અનુભવોનું ભાથુ લઇને આગળ વધતા કિશોરભાઇનો સફળતાનો મંત્ર છે, તેમના કસ્ટમર્સનો સંતોષ, કામમાં ક્વોલીટી, નવી તકનીકનો ઉપયોગ.

18) શ્રી જીગર એમ.પટેલ – સ્વાગત પ્રોડક્ટ

Jigar Patel #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

ટુંકા ગાળામાં ગુજરાતમાં એક આગવી ઓળખ બનાવી ચુક્યા છે જીગર પટેલ અને તેમની કંપની સ્વાગત પ્રોડક્ટ.ફેબ્રુઆરી 2009માં કંપનીની શરૂઆત કરવામાં આવી જીગરભાઇ દ્વારા અને શરૂઆતના દિવસો ખુબ સંઘર્ષથી પણ ભરેલા હતા.દસ વર્ષના ટુંકા ગાળામાં સ્વાગત પ્રોડક્ટે ન માત્ર ગુજરાતમાં પણ અન્ય પાંચ રાજ્યોમાં પણ પોતાની બ્રાન્ડ ઘરે ઘરે પહોંચાડી છે.સફળતા માટે સંઘર્ષ સીવાય બીજો કોઇ પર્યાય પણ નથી અને તેના કોઇ શોર્ટકટ પણ હોતો નથી તે વાત બખુબી પોતાના જીવનમાં ઉતારી ચુક્યા છે જીગર પટેલ.

19) અશોક દેસાઇ – એસ.કે. મસાલા એન્ડ ફુ઼ડ લિમિટેડ

S K Masala #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

સ્વર્ગીય કુસુમબહેને 50 થી પણ વધુ વર્ષો પહેલા રોડ પર કરિયાણાની વસ્તુઓના વેચાણથી પોતાના નાનકડા વ્યવસાયની શરૂઆત કરી હતી. તે સમયે તેમના ભાઇ અને 2 સંતાનો તેમને મદદ કરતા. ત્યાર બાદ તેમના બન્ને દિકરાઓએ તેમના આ વ્યવસાયની તમામ જવાબદારી ઉંચકી લીધી. અને સંઘર્ષ કરતા કરતા  નાની દુકાનથી શરૂ કરી.અશોકભાઇ દેસાઇ તેમના બે દિકરઓ ઉર્વીશ અને નિશીત દેસાઇ, બરકત ભાઇ પંજવાની સાથે મળીને એસ કે મસાલાને નવી ઉંચાઇ પર લઇ જઇ રહ્યા છે. એસ કે મસાલા આજે તો એક બ્રાન્ડ બની ગઈ છે. એસ કે મસાલાનો સક્સેસ મંત્ર છે ક્વોલીટીમાં કદી ન કરાતુ કોમ્પ્રોમાઇઝ. અને આજ મંત્ર થકી આટલા વર્ષોથી એકધારી સફળતા મળી છે.

20) શ્રી સુરેન્દ્ર છાજેડ – ચેરમેન, ટર્નિંગ પોઈન્ટ હેલ્થકેર પ્રા.લિ

Surendra Chhachhad #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

વાત હોય એડવાન્સ ન્યુરો ફીઝીયોથેરાપીની કે ઓક્યુપેશનલ થેરાપીની હોય કે પછી વાત હોય યોગ અને ધ્યાનની.આ તમામ માટે ફીઝીયો @ 35 કે હ્રદય સે નું નામ સૌથી પહેલા લેવાય. સુરેન્દ્ર છાજેડ છેલ્લા 30 વર્ષોથી અબ દર્દ કી ખેર નહીંના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે. ન્યુ પેઇન ફ્રી ઇન્ડીયાના ગોલ સાથે 9 જગ્યા પર પોતાના આ કાર્યને ચલાવી રહ્યા છે અને માર્ચ 2020 સુધી 25 સ્થળોએ અને 2023 સુધીમાં 200 થી વધુ પોતાના ક્લીનીક ખોલવાના સ્વપ્ન સાથે લોકો માટે તેઓ કામ કરી રહ્યા છે.અનેક લોકોને સ્વસ્થ કરી ચુક્યા છે અને રોજ 175 થી વધુ લોકોને આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે સુરેન્દ્ર છાજેડ અને તેમની ટીમ.

21) ડૉ. દિનેશ પટેલ – દેવસ્ય કિડની હોસ્પિટલ

Dr Dinesh Patel #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

આરોગ્ય ક્ષેત્રમાં ખુબ જાણીતું અને સન્માનનીય નામ, 25થી પણ વધુ વર્ષોની તેમની સફળ કારકિર્દીમાં ડો. દિનેશે 50 હજાર જેટલી સર્જરી કરી છે અને 4 લાખથી પણ વધુ દર્દીઓની સારવાર કરવાનો શ્રેય તેમના નામે છે. અમદાવાદમાં દેવસ્ય સુપર સ્પેશીયાલીટી કિડની હોસ્પીટલની શરૂઆત કરી અને અને ત્યાર બાદ તેઓ કિડનીના દર્દીઓ માટે 4 હોસ્પીટલ શરૂ કરી ચુક્યા છે.

22) શ્રી સૌરીન ભંડારી – સફલતાની ચાવી ધ મોટિવેશન એકેડેમી

6L0A0461 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ જન્મે એમાં કુદરતે કંઈક ને કંઈક ખામી અને ખૂબી છુપાવી હોય છે. માણસની અંદર રહેલી શક્તિઓને કોઈક ઉદીપકની જરૂર પડે.  પ્રેરણા અને પ્રોત્સાહન જીવનના કોઇકને કોઇક તબક્કે આપણને મદદરૂપ ઠરે છે. સૌરીન ભંડારી ગુજરાતનું એવું જ એક જાણીતું નામ છે જે મોટીવેશનલ સ્પીકર તરીકે કેટલાય લોકોના જીવનને સાચી દિશા આપે છે. તેઓ સફળતાની ચાવી ધ મોટીવેશનલ એકેડેમી સંસ્થાના સ્થાપક છે અને એક ઉત્તમ મોટીવેશનલ સ્પીકર તરીકે અનેક પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે..

23) શ્રી ભરત કમાલીયા – સેવ એનવાયરમેન્ટ બેસ્ટ પરફોર્મમેન્સ અવોર્ડ

6L0A0448 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

 

ગુજરાતનાં જાણીતા પ્રવાસન સ્થળ દીવને વસવાટ કરવા માટે શ્રેષ્ઠ શહેર અને સ્વચ્છ શહેર બનાવવાનું જેનું સ્વપ્ન છે સાથે જ આપણા વન્યજીવોને આજના સમયમાં બચાવવા અને તેમના માટે, તેમને જીવવા માટે સુરક્ષીત અને અનુકુળ સ્થળ આપાવવુ તેવા સ્વપ્ન સાથે જીવતા ભરત કમાલીયા એક નોખુ વ્યક્તિત્વ છે. ગુજરાતને ભવ્ય 1600 કિલોમીટરનો દરિયાકાંઠો મળ્યો છે પણ તેને વધુ બહેતર બનાવવા અને દરિયાકાંઠાને વધુ સ્વચ્છ બનાવવા માટે ભરત કમાલિયા કામ કરી રહ્યા છે. પ્રકૃતિ એ કુદરતની અમુલ્ય ભેટ છે અને આ અમુલ્ય ભેટને સાચવવાની તમામની જવાબદારી પણ છે અને સાથે જ પ્રકૃતિનું સંવર્ધન થશે તો ભવિષ્ય વઘુ સુરક્ષીત રહી શકશે તે વાત બધા તો નથી સમજી શકતા પણ  નિસ્વાર્થ ભાવે આ દિશામાં કામ કરનારા લોકો જુજ છે અને આ જુજ લોકોમાંના એક અનોખા વ્યકિત એટલે ભરત કમાલિયા.

24) શ્રી શશીકાંત વેદપ્રકાશ શર્મા – વિજય એન્ડ કંપની

6L0A0451 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

પોતાની જન્મભૂમિ રાજસ્થાનથી જીવનમાં કંઈક કરી છૂટવાની દિલમાં તમન્ના લઈને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર શશીકાંત વેદપ્રકાશ શર્મા પોતાના પૈતૃક વ્યવસાયમાં એક નાના કર્મચારી તરીકે જોડાયા. પણ એટલેથી સંતોષ ન માનતા શશીકાંતભાઇએ દુનિયાની હરોળમાં કેવી રીતે ઉભા રહી શકાય એવા રૂપાળા શમણાં જોયેલા, જે એમને જંપીને બેસવા દેતા નહોતા. પોતાની આગવી સુઝબુઝ ને કાળી મજૂરી કરી ને    “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” એ ઉક્તિને ચરિતાર્થ કરી બાંધકામ વ્યવસાયમાં ઝંપલાવ્યું. ગ્રાહક એ માત્ર ધન ઉપાર્જનનું સાધન નહીં પણ વ્યવસાયનું સાધ્ય છે એ વાતને જીવનમંત્રએ તેમને સિદ્ધિના શિખરે બેસાડ્યા. પૈસો જ મારો પરમેશ્વર એમ ન માનતા શશિકાન્તભાઈ એ કમાયેલું ધન સદ્કાર્યોમાં વપરાય એનું ધ્યાન પણ રાખ્યું છે. લક્ષ્મીજી ની કૃપા સગર્ભા મહિલાઓ અને આંગણવાડીની જરૂરમંદ બહેનો સુધી પહોંચે તેનું પણ ધ્યાન રાખ્યું છે.

25) શ્રી નૈનેશ ડઢાણીયા – ઈસ્કોન થાળ (બેસ્ટ ગુજરાતી થાળી)

લોગલાેપ #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

 

આંગણે આવેલા તમામને સ્વાદિષ્ટ ભોજન પીરસવું એ સૌરાષ્ટ્રવાસીઓના સ્વભાવમાં રહેલું છે.આવા જ વિચાર સાથે જૂનાગઢવાસીએ અમદાવાદના આંગણે ભાવતા ભોજનનો થાળ પીરસવા ઇસ્કોન થાળની શરૂઆત કરી. ઇસ્કોન થાળના વિચારને મૂર્તિમંત કરનાર નૈનેશભાઇ ડઢાણિયા પોતાના ઇસ્કોન થાળમાં કેટલીક બાબતોના આગ્રહી છે.. ઇસ્કોન થાળમાં 27 થી 28 જેટલી પ્યોર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવે છે.1997માં નૈનેશભાઇ અમદાવાદમાં આવ્યા.અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં જમવાની અગવડ અનુભવાતા પ્રથમ વિચાર આવ્યો ફુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાવવાનો.ચાંગોદર વિસ્તારમાં જ પ્રથમ સુરભી ડાઇનીંગ હોલ શરૂ કર્યો અને ત્યારબાદ અમદાવાદના વિક્સીત એરીયામાં ઇસ્કોન થાળની શરૂઆત કરી.આ સીવાય પણ તેઓ પીઝાની 4 હોટેલ્સ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.

26) શ્રી મનદીપ વલ્લભભાઈ પટેલ – ઈસ્કોન ગાંઠિયા

6L0A0465 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

પોતાની આવડતને પોતાની તાકાત બનાવીને પોતાની આગવી ઓળખ જેણે બનાવી છે તેવા એક નાનકડા ગામના મનદીપભાઇ વલ્લભાઇ ભંડેરી આજે તો અમદાવાદનું એક જાણીતું નામ બની ગયા છે. એક લારી શરૂ કરેલ વ્યવસાયને પોતાનાં હાથનાં જાદુ થકી અને સંઘર્ષને સાથી બનાવી જાન્યુઆરી 2011ના રોજ પોતાની પહેલી દુકાનની શરૂઆત કરી અને નામ આપ્યું ઈસ્કોન ગાંઠિયા. પોતાના સિધ્ધાંતોને વળગી રહીને તેઓ આગળ વધતા રહ્યા અને ઇસ્કોન લારીથી લઇને ઇસ્કોન મોલ સુધીની આ અવિરત સફરમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. ઇસ્કોન હવે મનદીપભાઇની આગવી ઓળખ પ્રસ્થાપીત થઇ ચુક્યુ છે.

 27) શ્રી શંકરભાઇ પટેલ- ‘ગ્રીન એનવાયરમેન્ટ સર્વિસીસ કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ’

6L0A0329 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

 

વટવા ઇન્ડસ્ટીઝ એસ્ટેટજીઆઇડીસી સ્વરૂપે ગુજરાત રાજ્યમાં જ્યારે ઔદ્યોગીક ક્રાંતિના પગરણ થયા ત્યારે જ 1968માં સ્થાપના થઇ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટની.4 ફેઝ અને 491 હેક્ટરમાં ફેલાયેલું વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રાજ્યનું જુનું અને સૌથી મોટું ઔદ્યોગીક સંકુલ છે.વટવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનને પ્રદુષણથી દુર રાખવામાં શંકર પટેલનો સિંહફાળો છે. કેટલાક બાહોશ ઉદ્યોગપતિઓ દ્વારા 1971માં વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીયેશનની સ્થાપના કરવામાં આવી અને જોતજોતામાં તો આ ગુજરાત અને ભારતની અગ્રણી ઔદ્યોગીક સંસ્થા તરીકે ઉપસી આવી.આ એસોસિએશનની પ્રગતિમાં શંકરભાઇ પટેલની દીર્ઘ દ્રષ્ટિ છે. હાલમાં તેની સાથે 2100 જેટલા સંકુલો જોડાયેલા છે જેને તમામ રીતે આ સંસ્થા મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે.પર્યાવરણની જાળવણી માટે શંકરભાઇના પ્રયત્નોથી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસ શરૂ કરવામાં આવી જે વટવાને ગ્રીન ઝોન રાખવામાં મદદરૂપ થાય છે.

28) શ્રી ડો. સમીર મન્સુરી

6L0A0444 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

જેણે આ દુનિયાની સુંદરતા જોઇ, જાણી, અનુભવી નથી એવી વ્યક્તિ લોકોને સુંદર બનાવવાની ટ્રીટમેન્ટ આપે છે. હા,વાત છે આયુર્વેદનાં પ્રખર અભ્યાસુ એવા ડો. સમીર મન્સુરીની. સમીર મન્સુરીએ જન્મથી પોતાની આંખોની રોશની ગુમાવી છે. કોઇનો ચહેરો જોયો નથી, સુંદરતા જોઇ નથી છતાંય લોકોને વધુ સુંદર કેવી રીતે થવું તેનો ઇલાજ કરે છે. પોતે જ વિક્સાવેલા કુદરતી આયુર્વેદિક ઉપચાર પધ્ધતિથી ડો. સમીર મન્સુરીએ હજારો લોકોને વધુ સુંદરતા બક્ષી છે. સમીર મન્સુરી બોલિવુડની હસ્તીઓમાં એક લોકપ્રિય નામ છે.

ખાસ ઉપસ્થિત રહેલા કિંજલ દવે – લોકગાયીકાનું સન્માન

6L0A0512 #ગૌરવશાળી ગુજરાત એવોર્ડ : આ વિરલ ગુજરાતીઓને પોતાનાં ઉત્તમ સામાજીક યોગદાન માટે નવાજતું "મંતવ્ય ન્યૂઝ"

નવ યુવાન ગુજરાતી પછી છોકરો હોય કે છોકરી તેના માટે તો નામ હી કાફી હે . ચાર ચાર બંગળીવાડી ગાડી હોય કે લેરી લાલા કિંજલ દવેનાં ડંકા અને ટહુકા બધે જ ગુંજીયા કરે છે. ગુજરાતી ગીતોને નવો આયામ આવનાં જે પાયાનાં પથ્થરો કહેવાય છે તેમાં કિંજલ દવેની ગણના કરવી જ રહી. મધુર કંઠ સાથે આપણા આજનાં યુવાનોની મનભાવન મોર્ડન સ્ટાઇલ એટલે કિંજવ દવે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.