Not Set/ અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય, રાજયમાં અનેક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ આગાહી કરવામા આવી છે. અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડું ઓમાન તરફ આગળ  વધી રહ્યું છે. રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ રહી શકે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કીકા વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 26, 27 તારીખે […]

Top Stories Gujarat
hika અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય, રાજયમાં અનેક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ આગાહી કરવામા આવી છે. અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડું ઓમાન તરફ આગળ  વધી રહ્યું છે. રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ રહી શકે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

1410119371 heavy rain file www.wallpaperg.com અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય, રાજયમાં અનેક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

કીકા વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 26, 27 તારીખે દક્ષિણ ગુજરાત  અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ પડીશકે છે.  સાથે સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના  આપવામા આવી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહશે તેવી પણ હવામાન વિભાગ  દ્વારા આગાહી કરવામા આવી છે. રાજ્યમાં હાલમાં સીઝનનો 126 ટકા વરસાદ પડ્યો નોંધાયો છે.

rain7 e1565419952771 અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય, રાજયમાં અનેક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક ફોટો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 તારીખે દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.  27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ની આગાહી છે સાથે સાથે  સુરત, વલસાડ, નવસ્કરી, તાપી, દાદરનગર હવેલીમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, દિવ, દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, ઉનામાં પણ ભારે થી અતિ ભારે વરસાદ વર્ષી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.