વલસાડ/ PI જાડેજાને ફોટોસેશન કરાવવું પડ્યુ ભારે, કરાયા સસ્પેન્ડ

કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની વિજય રેલીમાં ખુલ્લી મોડીફાઈડ જીપમાં PI જાડેજાએ ડ્રાઈવિંગ સીટ પર બેસી રોફ જમાવ્યો હતો. આ હરકતના કારણે સુરત રેન્જ આઈજી પાંડેયનનાં આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

Top Stories Gujarat
કોસંબા PI જાડેજાને ફોટોસેશન કરાવવું પાડ્યું ભારે, કરાયા સસ્પેન્ડકોસંબા PI જાડેજાને ફોટોસેશન કરાવવું પાડ્યું ભારે, કરાયા સસ્પેન્ડ
  • વલસાડના PI જાડેજાને કરાયા સસ્પેન્ડ
  • પૂર્વ ઇન્ચાર્જ સીટી PI જાડેજાને કરાયા સસ્પેન્ડ
  • PI જાડેજાને ફોટોસેશન કરાવવું પાડ્યું ભારે
  • સરપંચની વિજય રેલીમાં જીપમાં પડાવ્યા હતા ફોટા
  • હાલ જીપને રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મુકવમાં આવી
  • સુરત રેન્જ IGએ PI જાડેજાને કર્યા સસ્પેન્ડ

પોલીસ અને સૈન્યની નોકરી સૌથી વધુ શિસ્ત બધ્ધ ગણાય છે. તેમાં થોડી શરત ચૂક સસ્પેન્સન તરફ દોરી જાય છે. જો કે ગુજરાત પોલીસમાં ઘણા આદધિકારીઓ અવાર નવાર આવી શરત ચૂક કરતાં જોવા મળે છે. હાલમાં જ વલસાડના PI જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની વિજય રેલીમાં ખુલ્લી મોડીફાઈડ જીપમાં PI જાડેજાએ ડ્રાઈવિંગ સીટ પર બેસી રોફ જમાવ્યો હતો. આ હરકતના કારણે સુરત રેન્જ આઈજી પાંડેયનનાં આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  હાલ એ જીપને રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ગામોમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોસંબા માં સરપંચ તરીકે કિરીટ ટંડેલ અને તેની પેનલના સભ્યોનો વિજય થયો હતો. 21-22 ડિસેમ્બરના રોજ કોસંબાના મુખ્ય માર્ગો ઉપર સરપંચ કિરીટ ટંડેલ અને તેમના સમર્થકોએ વિજય સરઘસનું આયોજન કર્યું હતું

આ વિજય સરઘસમાં વલસાડ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ PI વી.એચ. જાડેજા ખુલ્લી જીપમાં ડ્રાઈવર સીટ ઉપર યુનિફોર્મમાં બેસેલા હોવાનો વીડિયો અને ફોટા સાથે ADGને પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે લેખિત ફરિયાદ કરી હતી. સુરત એડિશનલ DGએ ફરિયાદ ઉપર કડક કાર્યવાહી હાથ ધરી ઇન્ચાર્જ PI વી.એચ.જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. વલસાડ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ PI વી.એચ.જાડેજાને ચાલુ ડ્યુટીએ વિજય સરઘસમાં ડ્રાઈવર સીટ પર બેસી સરપંચ સાથે ગામમાં ફરવા બદલ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. વલસાડ સીટી PIને કાયદાનું પાલન કરાવવાની જગ્યાએ સરપંચના ડ્રાઈવર તરીકે જીપના બેસેલા હોવાના ફોટા વાઈરલ થતા કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ PI છે જેમણે રાત્રિ કરફ્યુ દરમ્યાન એક વર-વધુને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતાં. નવપરણિત વરવધુ લગ્ન કરીને પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી. વલસાડમાં રાત્રિ કરફ્યુનાં નામે નિયમોના નામે પોલીસ વર-વધુને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જેથી આ ઘટનાને લઇને ખુદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ચોંકી ઉઠ્યાં હતાં તેમજ પોલીસની કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, રીઢા ગુનેગાર જેવું વર્તન નહીં ચલાવી લેવાય.

વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ

વસંત પંચમી / વસંત પંચમી પર કામદેવની પૂજા શા માટે કરવામાં આવે છે ? કારણ જાણીને લાગશે નવાઈ

Life Management / એક વિકલાંગ રાજાનું સુંદર ચિત્ર બનવાનું હતું, ત્યારે એક ચિત્રકારે એવું કર્યું કે બધાને આશ્ચર્ય થયું