Electric Vehicles/ પ્રદુષણ મુક્ત રાજકોટ..! આ મહિનામાં ઇલેક્ટ્રિક-બસ સેવા થશે શરુ

પ્રદુષણ મુક્ત રાજકોટ..! ઇલેક્ટ્રિક-બસ સેવા થશે શરુ, રાજકોટના BRTS રૂટ ઉપર દોડશે

Rajkot Gujarat
morbi papar mill 12 પ્રદુષણ મુક્ત રાજકોટ..! આ મહિનામાં ઇલેક્ટ્રિક-બસ સેવા થશે શરુ
  • પ્રથમ તબક્કામાં 20 ઇ-બસ દોડશે
  • માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી ઇ-બસ સેવા
  • અમુલ ચોકડી પાસે ઇ-બસનું ચાર્જિંગ પોઇન્ટ

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક બસ અંગે ચર્ચા વિચારણા ચાલતી હતી. તેવી ઇલેક્ટ્રિક બસ હવે ટૂંક સમયમાં રાજકોટ ખાતે શરુ થશે. પ્રદુષણ મુક્ત પર્યાવરણ  અને સતત વધતા ઇંધણના ભાવ વચ્ચે આ ઇલેક્ટ્રિક બસ સેવા મનપા માટે અને રાજકોટ વાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. બીઆરટીએસ રોડ પર દોડાવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી રાજકોટમાં  20 ઈ-બસ દોડશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી ઇ-બસ સેવા શરુ કરવામાં આવશે. અમુલ ચોકડી પાસે ઇ-બસનું ચાર્જિંગ પોઇન્ટ  બનાવવામાં આવશે. કુલ 50 ઇલેક્ટ્રિક બસમાંથી 20 બસ આ માસ ના અંતે રાજકોટમાં આવી જશે.

કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે તેના વપરાશ પ્રતિ કિલોમીટર રૂ.૨૫ સુધીની સબસીડી આપવામાં આવવાની છે. આગામી સમયમાં વધુ બસ મળતા ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ સીટી બસમાં પણ કરવામાં આવશે.

major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ