Not Set/ સુરતમાં સામે આવ્યા 174 કોરોના પોઝિટિવ કેસ, તંત્ર બન્યુ અવાક

કોરોના સુરતમાં બરોબર બેટીંગ કરી રહ્યું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. જી હા, કોરોનાનાં તોફાની બેટીંગએ તંત્રના તમામ હથીયારો નાકામ કરી દીધા હોય તેવી રીતે સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. સુરતમાં ગઇકાલ મધરાતથી અત્યાર સુધીમાં 174 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર અવાક બન્યુ જોવામાં આવી રહ્યુ છે.  છેલ્લાં 24 કલાકમાં સુરતમાં અધધધ કોરોનાનાં નવા કેસ નોંધાયા હોવાનું […]

Gujarat Surat
d412d618d9c449ba663d5a5a57930d49 સુરતમાં સામે આવ્યા 174 કોરોના પોઝિટિવ કેસ, તંત્ર બન્યુ અવાક

કોરોના સુરતમાં બરોબર બેટીંગ કરી રહ્યું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. જી હા, કોરોનાનાં તોફાની બેટીંગએ તંત્રના તમામ હથીયારો નાકામ કરી દીધા હોય તેવી રીતે સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. સુરતમાં ગઇકાલ મધરાતથી અત્યાર સુધીમાં 174 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર અવાક બન્યુ જોવામાં આવી રહ્યુ છે. 

છેલ્લાં 24 કલાકમાં સુરતમાં અધધધ કોરોનાનાં નવા કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યુ છે ત્યારે માત્ર ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જ સંકળાયેલા 33 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા ખડભડાટ જોવામાં આવી રહ્યો છે. જો કે, 2 કોરોના પોઝિટિવ દર્દી ટેક્ષટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, આજ દિન સુધી એટલે કે અત્યાર સુધીમાં કુલ 572 રત્નકલાકારોને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. તો સાથે અત્યાર સુધી ટેક્ષટાઇલ સાથે સંકળાયેલા કુલ 89 કોરના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે. 

કોરોનાનાં વધતા કહેર વચ્ચે સુરત મનપા દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. બન્ને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોરોનાથી બચવા માટે સરકારની માર્ગદર્શીકાનું પાલન કરે. કોરોનાનું સંક્રમણ એક જ રીતે રોકી શકાય છે તે વાત વિદિત છે ત્યારે લોકો બેજવાબદારી ત્યાજી નિયમો પાળે અને સરકાર અને તંત્રને કોરોના સામેની લડાઇમાં સહકાર આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews