Patan News : સિદ્ધપુરના કાત્યોક મેળાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ગતરાત્રીએ મેળાની એક રાઈડ્સ ટોરા ટોરાનું પાંજરું ખુલી જતા એક જ પરિવારના ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓને 108માં સારવાર માટે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર જે બાદ પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્રણેય લોકોને ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ સિદ્ધપુરના કાત્યોકના મહા મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે શનિવારે રાત્રે એક પરિવારના સભ્યો મેળો માણવા માટે આવ્યાં હતા. જે દરમિયાન તેઓ ટોળા ટોળા રાઈડ્સમાં બેઠા હતા. ત્યારે ચાલુ રાઇડ્સમાંથી અચાનક રાઇડ્સનું પાંજરૂ ખુલી જતા એક જ પરિવારના ત્રણ લોકો નીચે પટકાયા હતા. જેથી તેઓને ગંભીરઈજા પહોંચી હતી.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે લાવવામાં આવ્યાં હતા, જોકે, વધુ સારવારની જરૂર જણાતાં સિદ્ધપુર સીવીલ ખાતેથી ઈજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. ત્યાંથી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્રણેય ઈજાગ્રસ્તોને અલગ-અલગ જગ્યાએ ફેક્ચર થયું છે.
સિદ્ધપુરના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના સર્જાઇ છે. જોકે, આ પ્રકારની ઘટનાઓ ઘણી જગ્યાએ બનતી હોય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ પ્રકારની રાઇડ્સની ફિટનેસ બાબતની ચકાસણી નિરીક્ષક ઈજનેર દ્વારા કરવામાં આવે છે કે કેમ ? આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. આ ઘટનાથી જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન રસમીનભાઈ દવેએ જણાવ્યું હતું કે, ત્રણેયને સારવાર માટે પહેલા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને વધુ સારવાર માટે તેમને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ત્રણેયને ફેક્ચર છે. જેમાં બહેનને ગળા માં ફેક્ચર છે. બાળકીને કમરના ભાગે ફેક્ચર છે અને છોકરાને છાતીના પાછલા ભાગે ફેક્ચર થયું છે. અમારી ટીમ ત્યાં જ હતી.
@પ્રવીણ દરજી
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃઆણંદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, રૂ.16.75 લાખની ચોરીની કબુલાત
આ પણ વાંચોઃ ખાતરની અછત સામે કોડીનારમાં ખેડૂતોની ખાતર માટે પડાપડી