Not Set/ ગોરખપુરમાં મોતને ભેટેલા નિર્દોષ બાળકો માટે સીએમ યોગીનુ શરમજનક નિવેદન

ગોરખપુરમાં બીઆરડી કોલેજમાં એક તરફ ડોક્ટરોની બેદરકારીને કારણે નિર્દોષ અને માસૂમ બાળકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે સત્તા હાથમાં આવતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ શરમજનક નિવેદનો કરી રહ્યા છે….બાળકોનાં મોતનો મલાજો જાળવ્યા વિના કે મૃતક બાળકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવવાને બદલે તેમણે બુધવારે એવું વિવાદિત નિવેદન કર્યું હતું કે, ‘મુઝે લગતા હૈ કી […]

India
vlcsnap error224 ગોરખપુરમાં મોતને ભેટેલા નિર્દોષ બાળકો માટે સીએમ યોગીનુ શરમજનક નિવેદન

ગોરખપુરમાં બીઆરડી કોલેજમાં એક તરફ ડોક્ટરોની બેદરકારીને કારણે નિર્દોષ અને માસૂમ બાળકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે સત્તા હાથમાં આવતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ શરમજનક નિવેદનો કરી રહ્યા છે….બાળકોનાં મોતનો મલાજો જાળવ્યા વિના કે મૃતક બાળકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવવાને બદલે તેમણે બુધવારે એવું વિવાદિત નિવેદન કર્યું હતું કે, ‘મુઝે લગતા હૈ કી કહીં ઐસા ન હો કિ લોગ અપને બચ્ચે ૨ સાલ કે હોતે હી સરકાર ભરોંસે ન છોડ દે, સરકાર ઉનકા પાલનપોષણ કરે.’ યોગીનાં આવાં બેજવાબદાર નિવેદનથી રાજકીય મંચ પર હોબાળો મચ્યો છે…તેમણે નાગરિકોની જવાબદારી અંગે પણ બેજવાબદાર નિવેદન કર્યું છે, તેમણે કહ્યું કે, ‘મીડિયા એવું કહે છે કે અહીં કચરો અને કૂડો પડ્યો છે, અમે એવું માનીએ છીએ કે, આ સરકારની જવાબદારી છે, આ પરથી એવું લાગે છે કે,લોકો તમામ જવાબદારીમાંથી હવે મુક્ત થઈ ગયાં છે.’ યોગીનાં આવાં નિવેદનો પછી એવું લાગે છે કે, નાગરિકો પ્રત્યે સરકારની જાણે કોઈ જવાબદારી જ નથી….