Not Set/ ભારતીય સેનાનો સ્વતંત્રતા બાદનો સૌથી મોટો સુધારો

સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનામાં સ્વતંત્રતા બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો મંજૂર કર્યો છે. યુદ્ધ ક્ષમતા વધારવા માટે લગભગ 57 હજાર અધિકારીઓ અને અન્ય કર્મીઓની નવેસરથી નિમણૂક થશે.31 ડિસેમ્બર 2019 સુધી ચાલનારી કવાયતનો આશય સંસાધનોનો સારી રીતે ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ બુધવારે કેબિનેટ મીટિંગ બાદ જાણકારી આપી હતી.સેનાના માળખામાં સુધારા સૂચવવા […]

India World
indian army 01 1459509696 ભારતીય સેનાનો સ્વતંત્રતા બાદનો સૌથી મોટો સુધારો

સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનામાં સ્વતંત્રતા બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો મંજૂર કર્યો છે. યુદ્ધ ક્ષમતા વધારવા માટે લગભગ 57 હજાર અધિકારીઓ અને અન્ય કર્મીઓની નવેસરથી નિમણૂક થશે.31 ડિસેમ્બર 2019 સુધી ચાલનારી કવાયતનો આશય સંસાધનોનો સારી રીતે ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ બુધવારે કેબિનેટ મીટિંગ બાદ જાણકારી આપી હતી.સેનાના માળખામાં સુધારા સૂચવવા માટે ગયા વર્ષે મે મહિનામાં સેવાનિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ ડી.બી. શેકતકરના વડપણ હેઠળ કમિટીની રચના કરાઇ હતી. કમિટીએ ડિસેમ્બરમાં 99 ભલામણો સોંપી હતી,જેમાંથી 65 માની લેવામાં આવી છે. તેમાં સેનાની યુદ્ધ ક્ષમતા વધારવી અને સશસ્ત્ર સેનાઓનો સંરક્ષણ ખર્ચ સંતુલિત કરવો અને ‘ટૂથ ટુ રેલ રેશિયો’ વધારવા માટે ભલામણો કરવામાં આવી હતી.