Not Set/ બિન સચિવાયલ પરીક્ષા/ ૯ તારીખે ગુજરાત વિધાનસભા કુચનો કોંગ્રેસ કાર્યક્રમ કરશે

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતી મુદ્દે વિદ્યાર્થીઓ આક્રમક બન્યા છે. અને સરકાર વિરુદ્ધ લડી લેવાના મૂડમાં છે. જે વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે તેવા મહેનતકસ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. આજે ગાંધી નગર ખાતે વિધાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. તો સરકાર દ્વારા ઉમેદવારોને અટકાયતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિધાર્થીઓની એક જ […]

Gujarat Others
અમિત ચાવડા બિન સચિવાયલ પરીક્ષા/ ૯ તારીખે ગુજરાત વિધાનસભા કુચનો કોંગ્રેસ કાર્યક્રમ કરશે

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતી મુદ્દે વિદ્યાર્થીઓ આક્રમક બન્યા છે. અને સરકાર વિરુદ્ધ લડી લેવાના મૂડમાં છે. જે વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે તેવા મહેનતકસ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. આજે ગાંધી નગર ખાતે વિધાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. તો સરકાર દ્વારા ઉમેદવારોને અટકાયતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વિધાર્થીઓની એક જ માંગી છે કે આ પરીક્ષાને રદ કરવામાં આવે. આ અફરાતફરી ના માહોલ માં ઘણાં ઉમેદવારો ઘાયલ થયા છે.  તો આ ઉમેદવારની વહારે કોંગ્રેસના ધારાસભ્યે પહોંચ્યા હતા. તો  તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોનો આક્રોશ હતો કે, ભરતીના નામે નાટક કરી પોતાના મળતીયાઓને નોકરી આપવામાં આવે છે.

આજે ગુજરાતનો યુવાન જાગ્યો છે. તેની પર પોલીસ ને આગળ ધરી અત્યાચાર કારવામાં આવે છે. આ મુદ્દે આગામી ૯ તારીખે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા કુચનો કાર્યક્રમ યોજવામાં આવશે. અનેક પુરવા હોવા છતાંય પરીક્ષા કેમ રદ નથી કરવામાં આવતી..? ભરતીના નાટક થી કોને લાભ કરાવી રહ્યા છે..? જેવા સવાલો સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો ઘેરાવ કરી સવાલ કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છેકે, વિદ્યાર્થીઓ દ્વારા રાજકીય બેનર વિના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની રજુઆત સાંભળી હોત તો આ સ્થિતિ ન સર્જાઇ હોત, આ સરકાર સરમુખત્યાર શાહી વલણ અપનાવી રહી છે. સરકારે નિવેદન બાજી કરવાના બદલે સમસ્યાનો નિવેડો લાવવો જોઇંએ.

આ સરકારમાં શિક્ષણ મોંઘું બન્યું ત્યારે ગુજરાતના યુવાનોને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, આગામી ૯ તારીખના કાર્યક્રમ માં જોડાવા આહ્વાન આપ્યું હતું. ગુજરાતનું ભરતી કૌભાંડ સૌથી મોટા કૌભાંડ તરીકે બહાર આવશે. ગુજરાતનો યુવાન ક્યા સુધી સરકારની નિતિનો ભોગ બનશે..? ક્યા સુધી પાછલા   બારણે થતી ભરતીનો ભોગ યુવાનો બનશે..?પહેલા દિવસથી પરીક્ષામાં ગેરરીતી ના પુરાવા મળ્યા છે. સીસીટીવી સરકાર ને દેખાડ્યા છે. જોકે સરકાર પરીક્ષા રદ કરતી નથી અને પોલીસ ને આગળ ધરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.