ભુજ/ અવેધ ખનનથી થયેલ ખાડાઓમાં પડી જવાથી પશુઓના થઇ રહ્યા છે મોત:માલધારીઓ

ભારાપર ગામના સીમમાં મોટાપાયે અવેદ્ધ ખનન થતું હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ કહ્યું કે, ગામની ફરતે આવેલ માટી અને પથ્થરોનું વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે.

Gujarat Others
Untitled 63 અવેધ ખનનથી થયેલ ખાડાઓમાં પડી જવાથી પશુઓના થઇ રહ્યા છે મોત:માલધારીઓ

ભુજના ભારાપર ગામે સરકારી જમીનમાં મોટાપાયે અવેધ ખનન થઇ રહ્યું છે..તેમજ ગૌચર જમીનને પણ નુકશાન થવાની સંભાવનાઓ સેવાય રહી છે.જેને કારણે માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ભારપરાના માલધારીઓએ કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગમાં અનેક વખત લેખીતમાં રજૂઆત કરી છે.છતા કોઈ પણ નિરાકરણ આવતુ  નથી.

ભારાપર ગામના સીમમાં મોટાપાયે અવેદ્ધ ખનન થતું હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ કહ્યું કે, ગામની ફરતે આવેલ માટી અને પથ્થરોનું વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે.તે ઉપરાંત કેટલાક લીઝ ધારકો નિયમ વિરુદ્ધ ખનન કરી ફેન્સીંગ દિવાલ ન બનાવતા પશુઓ ખાડામાં ખાબકી મોતને ભેટી રહ્યા છે,જેને કારણે માલધારીઓ રોષે ભરાયા છે.

ભારાપર ગામના સીમ વિસ્તારમાં મોટાપાયે અવેદ્ધ ખનન કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ સાથે માલધારીએ કહ્યું કે, ગામની ફરતે આવેલ માટી અને પથ્થરોનું વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે તો ઉપરાંત કેટલાક લીઝ ધારકો નિયમ વિરુદ્ધ ખનન કરી ફેન્સીંગ દિવાલ ન બનાવતા પશુઓ મોટા મોટા ખાડામાં ખાબકી મોતને ભેટી રહ્યા છે, જેના કારણે માલધારીઓને પાયમાલ થવાનો વારો આવ્યો છે ત્યારે ભારાપર ગામે કેટલીક લીઝો મંજૂર થયેલ છે જેની માપણી સીટ સહીત સ્થળ ઉપ૨ ક્રોસ ચકાસણી કરવામાં આવે અને નિયમ વિરૂદ્ધ થતા ખોદકામ પર સંમધિત વિભાગો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ