#gujarat/ #CoronaUpdate/ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1175 નવા કેસ, 11 લોકોનાં મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ પણ સતત બેકાબૂ બનતો નજર આવી રહયું છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જો કે, પાછલા દિવસોના પ્રમાણમાં અંશત ઘટાડો જોવામાં આવી રહ્યો છે,

Gujarat
coronavirusvaccineindia 1592081452 #CoronaUpdate/ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1175 નવા કેસ, 11 લોકોનાં મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ પણ સતત બેકાબૂ બનતો નજર આવી રહયું છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જો કે, પાછલા દિવસોના પ્રમાણમાં અંશત ઘટાડો જોવામાં આવી રહ્યો છે, છતાં પણ સંક્રમણ હાહાકાર મચાવી રહ્યો છે તેવી સ્થિતિ સ્પષ્ટ જોવામાં આવી રહી છે.

જો વાત કરવામાં આવે આજનાં કોરોનાનાં આંકડાની તો, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1175 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1414 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  કુલ 136541 દર્દીઓ‍ સાજા‍ થયા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 14959 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 14959 ક્રિટીકલ કેસમાંથી 78 વેન્ટીલેટર પર છે, જ્યારે14880 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1175 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 155098 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 3598 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 50933 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍ 5165670 ટેસ્ટ કરવામા આવ્યા છે.

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 574682 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી574441 લોકો હોમ કોરેન્ટાઈન છે અને  241 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….