Not Set/ ગુજરાતનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાએ હવે સેકન્ડ ઈનિગ્સની શરૂઆત કરી દીધી છે. રોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
asd 24 ગુજરાતનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ
  • ગાંધીનગર વધુ એક મંત્રી કોરોનામાં સપડાયાં
  • ઊર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ
  • ડે.સીએમ ગૃહમાં મંત્રી વતી આપશે જવાબ
  • ખાણ-ખનીજ,પેટ્રોકેમિકલ્સ વિભાગની યોજાનારી છે પ્રશ્નોત્તરી
  • સૌરભ પટેલને આપવાના જવાબ ડે.સીએમ આપશે

ગુજરાતમાં કોરોનાએ હવે સેકન્ડ ઈનિગ્સની શરૂઆત કરી દીધી છે. રોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવવા લાગ્યા છે. ત્યારે હવે રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ કોરોનાવાયરસની ઝપટમાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

કૂતરાની પૂંછડી… / PM મોદીએ લખેલા પત્રનો ઈમરાન ખાને આપ્યો જવાબ, ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો

આ વાયરસ કેટલો ખતરનાક છે તે આ વાતથી સમજી શકાય છે કે, તેણે અત્યાર સુધીમાં નેતાઓ, કોરોના વોરિયર્સ, ખેલાડીઓ તેમજ બોલિવૂડ સહિતની દિગ્ગજ હસ્તીઓને પોતાના ઝપેટમાં લઇ લીધા છે. વળી ગુજરાતથી પણ આવા જ કઇંક સમાચાર સામે આવ્યાં છે. જણાવી દઇએ કે, રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. સૌરભ પટેલ કોરોના પોઝિટિવ થતા હવે પ્રશ્નોતરી કાળમાં આજે ડે.સીએમ નીતિન પટેલ ગૃહમાં તેમના વતી સવાલોનાં જવાબો આપશે. જણાવી દઇએ કે, ઉર્જામંત્રી સૌરભ પટેલેનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ પોઝિટિવ છે. આ જ કારણે RT-PCR કરાવ્યો છે, તેનું આજે પરિણામ આવશે. તેમને પ્રાથમિક લક્ષણો જણાતા કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસો જતા વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક નોધાતા કોરોનાનાં કેસનાં આંકડામાં સતત વધારો સામે આવી રહ્યો છે. મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા નોધાયેલા આંકડા અનુસાર છેલ્લાં 2220 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,05,338 પહોંચ્યો છે. ગુજરાતમાં આ દરરમિયાન 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,263 છે.  રાજ્યમાં રીકવરી રેટ 94.51 ટકા જેટલો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ