Not Set/ રાહુલ ગાંધી ૮ ડિસેમ્બરે વધુ એકવાર આવશે મિશન ગુજરાત પર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમની વિગત

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર માટે એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે. તમામ રાષ્ટ્રીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત ચુંટણીમાં મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૮ ડિસેમ્બરે વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, […]

Gujarat
rahul gandhi at rally 19c552e6 da4c 11e7 9b6d 9e5c5485959d રાહુલ ગાંધી ૮ ડિસેમ્બરે વધુ એકવાર આવશે મિશન ગુજરાત પર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમની વિગત

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર માટે એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે. તમામ રાષ્ટ્રીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત ચુંટણીમાં મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૮ ડિસેમ્બરે વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ખંભાત, આનંદ, છોટાઉદેપુર સહિત અનેક સ્થળોએ જાહેરસભાઓ ગજવશે.

રાહુલ ગાંધીના કાર્યક્રમની સંપૂર્ણ વિગત :

  • રાહુલ ગાંધી ના સવારે ૧૦:૪૫ વાગ્યે વડોદરા ખાતે આગમન બાદ તેઓ સીધા છોટાઉદેપુર જશે. જ્યાં ૧૨:૦૦ વાગ્યે  જેતપુરમાં જનસભાને સંબોધશે.
  • બપોરે ૨:00 વાગ્યે અમદાવાદ ખાતે સંબોધન કરશે. અને ત્યારબાદ ૩:૩૦ વાગ્યે આણંદ જશે. જ્યાં ખંભાત ખાતે લોકો સાથે ચર્ચા વિચારણા કરશે.
  • ત્યારબાદ ૪:૧૫ વાગ્યે નવસર્જન યાત્રા યોજશે. ૪:૪૫ વાગ્યે ચોખા બજાર, ખેડા ખાતે પણ લોકોને સાથે સંવાદ કરશે.
  • રાહુલ ગાંધીનું સાંજે ૬:00 વાગ્યે આણંદની સુચિત્રા ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવશે. અને ૭:00 વાગ્યે વ્યાયમ શાળા આણંદ ખાતે જનસભાને સંબોધન કરશે.