કેરલ અને તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ઓખી તુફાન ગુજરાત પહોચ્યું હતું. છેલ્લા બે દિવસ દરમિયાન આ તુફાનના કારણે રાજ્યભરમાં ઠેર ઠેર જગ્યાએ પડેલા કમોસમી વરસાદી માવઠાના કારણે ખેતીના ઉભા પાકને નોધપાત્ર નુકશાન થયું હતું. ત્યારે નુકશાનની ભરપાઈ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહત્વની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આજે રાજકોટમાં યોજાયેલા મુખ્યમંત્રીના રોડ શો દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણવ્યું હતું કે, “ઓખીની અસરના કારણે રાજ્યમાં ખેતીમાં થયેલી નૂકશાનીનો સર્વે કરીને ખેડુતોને વળતર ચૂકવવામાં આવશે”.
મહત્વનું છે કે, ઓખી વાવાઝોડાની અસર માત્રથી રાજ્યમાં શિયાળુ પાક, રોકડીયા પાકથી માંડીને ફળફળાદીના પાકને વ્યાપક નુકશાન થયુ છે. આ નુકશાનના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો ત્યારે આ સમયે મુખ્યમંત્રી દ્વારા કરાયેલી સર્વે અને વળતરની આ જાહેરાતથી ખેડૂતોમાં ભરપાઈ અંગે એક આશા બંઘાઇ છે.
