દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 12,527 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીઓના મોત થયા છે. સક્રિય કેસ ઘટીને 83,982 થઈ ગયા છે. જ્યારે પોઝીટીવનો દરવધીને 27.99 ટકા થઈ ગયો છે.આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 18,340 દર્દીઓ સાજા પણ થયા છે. દિલ્હીની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા 2784 છે. દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ પર 909 અને વેન્ટિલેટર પર 140 દર્દીઓ છે. દિલ્હીમાં કોરોનાના કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 34958 છે.
આ પણ વાંચો:300 કરોડ ક્લબમાં પુષ્પા / 300 કરોડના ક્લબમાં સામેલ થઇ “પુષ્પા”, અમૂલ પોસ્ટરમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના
આપનેજણાવી દઈએ કે 13 જાન્યુઆરીએ શહેરમાં 28,867 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, જે મહામારી શરૂ થયા બાદ એક જ દિવસમાં સંક્રમણના સૌથી વધુ કેસ હતા. આ તારીખે 98832 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.સોમવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોરોનાના ઘટતા કેસ પર કહ્યું કે આંકડા સારા સંકેતો તરફ ઈશારો કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓ ઓછા દાખલ થઈ રહ્યા છે અને તેનો અર્થ એ છે કે થોડા દિવસોમાં ચેપનો દર પણ ઓછો થઈ જશે.
આ પણ વાંચો;Relationship Tips / શુ કિશોરાવસ્થામાં છોકરીઓ સપનામાં ……. કરે છે? જાણો શું છે હકીકત
દિલ્હીમાં કોરોના ટેસ્ટમાં થયેલા ઘટાડાને લઈને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે ICMR દ્વારા ભલામણ કરતા ત્રણ ગણા વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જેની તપાસ કરવાની જરૂર છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, લક્ષણો ન હોય તેવા લોકોને ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તેમજ લેબોરેટરી ટેસ્ટમાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોનું પણ ત્યાં સુધી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
