Not Set/ ઈન્ડીગોના 9 પ્લેનને રોકી દેવાયા, 47 ફ્લાઇટ્સ રદ કરાઇ

દિલ્હી, પ્લેનના એન્જીન નિષ્ફળ જવાને કારણે ઈન્ડીગો એરલાઇન્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોમવારે થયેલી દુર્ઘટના બાદ મંગળવારે ઈન્ડીગોએ તેની 47 ફ્લાઇટ રદ કરી દીધી છે. સીવીલ એવિએશનના ડાયરેક્ટરના આદેશો બાદ ઈન્ડીગોએ તેની 9 એરબસ 320 નિયો પ્લેનને ગ્રાઉન્ડેડ એટલે કે પરત ખેંચી લેવી પડી છે. ઈન્ડીગો પાસે 32 એરબસ નિયો વિમાન છે. જેમાંથી 9ને ગ્રાઉન્ડેડ […]

Top Stories

દિલ્હી,

પ્લેનના એન્જીન નિષ્ફળ જવાને કારણે ઈન્ડીગો એરલાઇન્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોમવારે થયેલી દુર્ઘટના બાદ મંગળવારે ઈન્ડીગોએ તેની 47 ફ્લાઇટ રદ કરી દીધી છે. સીવીલ એવિએશનના ડાયરેક્ટરના આદેશો બાદ ઈન્ડીગોએ તેની 9 એરબસ 320 નિયો પ્લેનને ગ્રાઉન્ડેડ એટલે કે પરત ખેંચી લેવી પડી છે.

ઈન્ડીગો પાસે 32 એરબસ નિયો વિમાન છે. જેમાંથી 9ને ગ્રાઉન્ડેડ કરવા પડ્યાં છે.

2017ના સપ્ટેમ્બર મહિના પછી છેલ્લાં 18 મહિનામાં ઈન્ડીગો એરલાઇન્સના વિમાનોના એન્જીન નિષ્ફળ જવાના 69 બનાવો બન્યા છે.

સોમવારે લખનૌ જઇ રહેલાં ઈન્ડીગોના વિમાનના એક એન્જીનમાં ખરાબી થવાને કારણે તેણે ઇમરજન્સીમાં અમદાવાદ એરપોર્ટ પરત ફરવું પડ્યું હતું.આ વિમાનનમાં 186 મુસાફરો સવાર હતા અને તેમને ઇમરજન્સીની સ્થિતિમાં સોમવારે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું.

આ ઘટના પછી એવિએશનના ડાયરેક્ટરે ઈન્ડીગો અને ગો એરની 11 એરબસની ફ્લાઇટને તાત્કાલિક રદ કરી હતી.આ વિમાનોમાં પ્રેટ એન્ડ વ્હીટની નિયો એન્જીન લગાવવામાં આવ્યું છે.

છેલ્લા એક મહિનામાં હવામાં જ એન્જીન ખરાબ થવાની આ ત્રીજી ઘટના સામે આવ્યા પછી એવિએશનના ડાયરેક્ટરે આ પગલું ભર્યું હતું.

ઈન્ડીગોની ફ્લાઇટો રદ થવાને કારણે ટીકીટના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો.