Surat News : સુરતમાં (Surat) 29 એપ્રિલનાં રોજ SOG એ મળેલી બાતમીનાં આધારે વોચ ગોઠવીને લાલમિયા મસ્જિદ (Lalmia Masjid) પાસેથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સની કિંમત 1 કરોડ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ફરાર આરોપી શાહબાજ આલમની લાલગેટ પોલીસે (Lalgate Police) ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ મુજબ, આરોપી શાહબાજ આલમ ઇર્ષાદ હુસૈન ખાન રામપુરા અખાડા સ્ટ્રીટનો રહેવાસી અને વેસ્ટેજ યાર્નનો વેપારી છે.
આરોપી મુંબઈથી (Mumbai) બે સાગરિતો સાથે મળી એક કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ સુરતમાં લાવ્યો હતો.આરોપીએ પોલીસને વધુમાં જણાવ્યું કે, રામપુરાનાં કાશીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખે આ ડ્રગ્સ મંગાવ્યું હતું. જણાવી દઈએ કે, મુખ્ય સુત્રધાર કાશીફની SOG એ અગાઉ ધરપકડ કરી હતી. મુખ્ય ભૂમિકા શાહબાજ આલમની હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા. દરમિયાન, આરોપી શાહબાજ લાલગેટ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા લાલગેટ પોલીસે (Lalgate Police) તેને દબોચી પાડ્યો હતો.
પોલીસ તપાસ અનુસાર, આરોપીને એક ખેપનાં 5 હજાર રૂપિયા મળતા હતા. આરોપીએ ફયાઝ અલી અને સાદિક જમાલ સાથે મળી ત્રણ ખેપ મારી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
