Gujarat/ ભુજ PSI સહીત ૩ પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયા

PSIએ કેસમાં હેરાન ન કરવા માટે રૂપિયા ૧૫૦૦૦ ની લાંચ માંગી, ભુજ acb એ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

Gujarat Others
Untitled 1 ભુજ PSI સહીત ૩ પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયા

કચ્છ જીલ્લાના ભુજ ખાતે ફરજ બજાવતા PSI કેસમાં હેરાન નહિ કરવા માટે શખ્શ પાસે લાંચ પેટે રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચ આપવા માટે શખ્શ તૈયાર થયો હતો. તેમજ શખ્શ દ્વારા આ અંગેની જાણ ભુજ acb ને પણ કરતા ભુજ acb એ છટકુ ગોઠવીને psi સહીત ૩ પોલીસ  કર્મીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: આર્મી પ્રમુખે વધુ એકવાર પાકિસ્તાનને લીધું આડેહાથ, કહ્યું, જો પાક. તરફથી કોઈ..

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાનાં આંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા આટલા કેસ

ભુજના બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા psi દ્વારા શખ્શને કેસમાં હેરાન ન કરવાની શરતે રૂપિયા ૧૫૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જેને લીધે શખ્શ દ્વારા psi ની હેરાનગતિથી બચવા માટે લાંચ આપવાનું નક્કી કર્યું હતું. જે અંગેની જાણ શખ્શ દ્વારા ભુજ acb ને કરતા acb દ્વારા  છટકું  ગોઠવીને psi સહીત ૩ પોલીસ કર્મીઓને રૂપિયા ૧૫૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો