Gujarat/ વિધાનસભાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ, જાણો કેટલા મતદારો ઉમેરાયા?

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2021 ની સ્થિતિએ તમામ 182 વિધાનસભા મતવિસ્તારની આખરી પ્રસિદ્ધિ જાહેર કરવામાં આવી છે….

Gujarat Others
sssss 57 વિધાનસભાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ, જાણો કેટલા મતદારો ઉમેરાયા?

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ – અમદાવાદ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2021 ની સ્થિતિએ તમામ 182 વિધાનસભા મતવિસ્તારની આખરી પ્રસિદ્ધિ જાહેર કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા મુજબ રાજ્યમાં કુલ 10 લાખ 86 હજાર 734 મતદારો નોંધાયાં છે. જેમાં 18 થી 19 વર્ષની વયનાં 6 લાખ 30 હજાર 775 યુવા મતદારો નોંધાયાં છે. જેઓ પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ દ્વારા અગાઉનાં મુસદ્દામાં 4 કરોડ 61 લાખ 54 હજાર 897 મતદારો નોંધાયાં હતા. ત્યારબાદ ચૂંટણીપંચે હાથ ધરેલા મતદારયાદી સુધારણા-2021 હેઠળ થયેલા ફેરફારનાં અંતે હવે આખરી પ્રસિદ્ધિ ચૂંટણીપંચે કરી છે. જે આ મુજબ છે.

182 વિધાનસભામાં મતદારોની અંતિમ સ્થિતિ

  • અગાઉનાં મતદારયાદી મુસદ્દા મુજબ મતદારો – 4 કરોડ 61 લાખ 54 હજાર 897
  • ઉમેરાયેલા મતદારો – 14 લાખ 80 હજાર 621
  • કમી થયેલાં મતદારો – 3 લાખ 92 હજાર 087
  • મતદારોની સંખ્યામાં વધારો – 10 લાખ 88 હજાર 734
  • 15 જાન્યુ.ની સ્થિતિએ કુલ મતદારો – 4 કરોડ 72 લાખ 43 હજાર 631
  • 15 જાન્યુ.ની સ્થિતિએ પુરૂષ મતદારો – 2 કરોડ 45 લાખ 05 હજાર 452
  • 15 જાન્યુ.ની સ્થિતિએ મહિલા મતદારો – 2 કરોડ 27 લાખ 36 હજાર 885
  • 15 જાન્યુ.ની સ્થિતિએ ત્રીજી જાતિ મતદારો- 1314
  • યુવા-18 થી 19 વયના મતદારો – 6 લાખ 30 હજાર 775 મતદારો

15 જાન્યુ.2021 ની સ્થિતિએ મતદારયાદી આખરી પ્રસિદ્ધિનાં આધારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે પણ ટૂંક સમયમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો