Not Set/ સિટી બસને લઇ પરિમલ નથવાણીએ અમદાવાદ મનપાને આપી આવી સલાહ

સિટી બસને લઇ પરિમલ નથવાણીએ અમદાવાદ મનપાને આપી આવી સલાહ

Top Stories Ahmedabad Gujarat Trending
cm રૂપાણી 4 સિટી બસને લઇ પરિમલ નથવાણીએ અમદાવાદ મનપાને આપી આવી સલાહ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા સીટી બસ સેવા પર આજ થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં દોડતી AMTS અને BRTS બસમાં પૈડા આજથી થંભી ગયા છે.

અમદાવાદ મનપાના આ નિર્ણયની ચારેકોરથી ટીકા થઇ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ  નથવાણીએ પણ અંગે અમદાવાદ મનપા ની ટીકા કરી છે. અને જણાવ્યું છે કે, સિટી બસને 50 ટકા કેપેસિટી સાથે શરૂ કી શકાય છે. અમદાવાદ મનપાએ તેના આ નિર્ણય ઉપર ફરીએકવાર વિચાર કરવાની જરૂર છે.

શહેરમાં વિદ્યાર્થી-નોકરિયાત વર્ગને સીટી બસ એવા બંધ થવાથી મુશ્કેલીનોસમનો કરવો પડી રહ્યો છે. બસ સેવા સસ્પેન્ડ કરવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિટી બસ બંધ થતા રિક્ષાચાલકો લૂંટ મચાવે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર દ્વારા amts અને brts બસ સેવા આજ રોજથી બંધ કરવામાં આવી છે. તો અમદાવાદ ખાતે  બાગ-બગીચા, ચિલ્ડ્રન્સ પાર્ક, રીવર ફ્રન્ટ વોકવે અને ગાર્ડન એરિયા અને કલબો બંધ કરવામાં આવી છે. અને તમામ સ્થળે નીયમોનું ચુસ્ત પાલન થાય તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…