detained/ ચૂંટણી પહેલા ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસેથી 5 કરોડ 94 લાખની રકમ ઝડપાઇ,અમદાવાદના 4 લોકોની કરવામાં આવી અટકાયત

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી  કારમાંથી કરોડો રૂપિયા પકડાયા છે,જેના લીધે એજન્સી તપાસના કામે લાગી ગઇ છે. આટલી મસમોટી રકમને ગણવા માટે 8 કલાક જેટલો સમય લાગ્યો હતો

Top Stories Gujarat
5 16 ચૂંટણી પહેલા ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસેથી 5 કરોડ 94 લાખની રકમ ઝડપાઇ,અમદાવાદના 4 લોકોની કરવામાં આવી અટકાયત
  • રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાઇ
  • કારમાંથી રૂ. 5 કરોડ 94 લાખની રકમ કરાઇ જપ્ત
  • સતત 8 કલાક સુધી રોકડ રકમની ગણતરી કરાઇ
  • અમદાવાદના 4 લોકોની અટકાયત કરવામાં આવી
  • બે અલગ અલગ કારમાંથી રોકડ કબ્જે કરવામાં આવી
  • અમદાવાદના સાહિલ પ્રજાપતિની અટકાયત કરાઇ
  • પ્રવીણ રબારી,છગનલાલ પ્રજાપતિની પણ અટકાયત
  • દલપતરામ પ્રજાપતિની પણ પોલીસે કરી અટકાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે  ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી  કારમાંથી કરોડો રૂપિયા પકડાયા છે,જેના લીધે એજન્સી તપાસના કામે લાગી ગઇ છે. આટલી મસમોટી રકમને ગણવા માટે 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બોર્ડર પાસે બે કારમાં અલગ અલગ રીતે રોકડ લઇ જવામાં આવતી હતી ,આ મામલે 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદના 4 લોકોની કરવામાં આવી છે અટકાયત. અમદાવાદના સાહિલ પ્રજાપતિ,પ્રવીણ દરબાર,છગનલાલ પ્રજાપતિ અને દલપપતરામ પ્રજાપ્રતિની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ આ ચારને સઘન પુછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે માવલ ચોકી પરથી બે કાર પકડાઇ હતી, આ બે કારમાંથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ મળી આવી હતી. રોકડ સાથે અમદાવાદના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ સાથે જોધપુર આઇટી વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવાની હતી તે અંગેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.