Not Set/ સાવલીના MLA ના રાજીનામાનો મામલો/ મારી માંગણી પૂર્ણ થશે તો વિચારીશ : કેતન ઇનામદાર

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારના કામો નહિ થતા હોવાના કારણે  ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં કડકડતી ઠંડીમાં પણ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. કેતન ઇનામાંદરના રાજીનામાથી ભાજપના ઉચ્ચ માવોડી મંડળ દ્વારા તેમને મનાવવાના પુરા પ્રયત્નો ચાલુ છે. મંતવ્ય ન્યુઝ સાથે થયેલી વાતચીતમાં કેતન ઈનામદારે જણાવ્યુંહતું કે, જો તેમની માંગણીઓ પરિપૂર્ણ  કરવામાં […]

Gujarat Others
સાવલી સાવલીના MLA ના રાજીનામાનો મામલો/ મારી માંગણી પૂર્ણ થશે તો વિચારીશ : કેતન ઇનામદાર

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારના કામો નહિ થતા હોવાના કારણે  ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં કડકડતી ઠંડીમાં પણ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. કેતન ઇનામાંદરના રાજીનામાથી ભાજપના ઉચ્ચ માવોડી મંડળ દ્વારા તેમને મનાવવાના પુરા પ્રયત્નો ચાલુ છે.

મંતવ્ય ન્યુઝ સાથે થયેલી વાતચીતમાં કેતન ઈનામદારે જણાવ્યુંહતું કે, જો તેમની માંગણીઓ પરિપૂર્ણ  કરવામાં આવશે તો તેઓ ચોક્કસથી તેમના નિર્ણય ઉપર ફરી થી વિચાર કરશે.

કેતન ઈનામદારના રાજીનામાની સાઈડ ઈફેક્ટના ભાગરૂપે સાવલી નગરપાલિકાના 24 સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. ત્યારે ગુજરાત ભાજપના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મેદાનમાં આવ્યા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતનો ખુલાસો કર્યો હતો.  વાઘાણીએ કહ્યું કે તેમણે કેતન ઈનામદાર સાથે પોતાના મતવિસ્તારના અમુક વિકાસકાર્યો બાબતે તેમની માગણીઓ હતી તે બાબતે તેમની સાથે વિગતવાર ચર્ચા થઈ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મેં એમને બાહેધરી આપી છે કે તેમના પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ થશે. વાઘાણીએ એમ પણ કહ્યું કે સાવલીના વિકાસની ચિંતા સરકાર કરી રહી છે અને વાતચીતથી તમામ પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે.

બીજી તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વાઘાણી સાથે વાત થઈ હોવાની વાતને તો સમર્થન આપ્યું પરંતુ સાથે એ પણ કહ્યું કે તેમને હૈયાધારણા જરૂર મળી છે પણ રૂબરૂ મળ્યા પછી વધુ સ્પષ્ટતા થશે. જન પ્રતિનિધિ તરીકે અધિકારીઓ કે નેતાઓ દ્વારા આત્મસન્માન ન જળવાતું હોય એ સાંખી લેવાના તેઓ મૂડમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.