સુલેમાન ખત્રી, છોટાઉદેપુર@મંતવ્ય ન્યૂઝ
છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ વિસ્તારોમા એક રાઉન્ડ છુટાછવાયા વરસાદ બાદ વરસાદ ન વરસતા ખેડૂતો મુંજવાણ મુકાયા છે મોંઘુડાટ બિયારણ લાવી વાવેતર તો કર્યું પણ વરસાદ ખેંચાતા જગતનો તાત હાલ તો ચિંતામાં મુકાયો છે.કોરોનાની મહામારી કમોસમી વરસાદ અને હવે વાવણી કર્યા બાદ વરસાદ હાથ તાળી આપતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
રાજ્યમા એક રાઉન્ડ વરસાદ બાદ કેટલાક દિવસોથી વરસાદ ના વરસતા જગતનો તાત હાલ ચિંતામાં મુકાયો છે એક સપ્તાહ દરમિયાનમા ખેતી લાયક વરસાદ ના વરસેતો વાવેતર નિસ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેમ હોય ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખેડૂતોએ મોંઘુડાટ બિયારણ લાવી વાવેતર કર્યું છે ચોમાસુ પાક પર નિર્ભર ખેડૂતો એ વાવણી કરી દીધી પરંતુ એક સપ્તાહ ના વિરામ બાદ પણ વરસાદ ના વરસતા હાલ તો ખેડૂતો મુંજવણમા મુકાયા છે.