Not Set/ દુનિયાનાં 17 દેશો સુધી પહોંચી ચુક્યો છે કોરોનાનો ભારતીય વેરિઅન્ટ, WHO એ ચિંતા વ્યક્ત કરી

દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાનાં દૈનિક આંકડાઓ હવે ડરનો માહોલ બનાવી રહ્યા છે. જો કે હવે લોકો કામ વિના બહાર જવાનુ ટાળી રહ્યા છે, પરંતુ આ સમજણ લાવવામાં લોકોએ ઘણુ મોડુ કરી દીધુ હોય તેવુ ચર્ચા થઇ રહી છે.

Trending
123 167 દુનિયાનાં 17 દેશો સુધી પહોંચી ચુક્યો છે કોરોનાનો ભારતીય વેરિઅન્ટ, WHO એ ચિંતા વ્યક્ત કરી

દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાનાં દૈનિક આંકડાઓ હવે ડરનો માહોલ બનાવી રહ્યા છે. જો કે હવે લોકો કામ વિના બહાર જવાનુ ટાળી રહ્યા છે, પરંતુ આ સમજણ લાવવામાં લોકોએ ઘણુ મોડુ કરી દીધુ હોય તેવુ ચર્ચા થઇ રહી છે. જણાવી દઇએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે, ભારતમાં કોરોનાનાં જે વેરિઅન્ટનાં કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે, તે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ દેશોમાં મળી આવ્યો છે.

123 169 દુનિયાનાં 17 દેશો સુધી પહોંચી ચુક્યો છે કોરોનાનો ભારતીય વેરિઅન્ટ, WHO એ ચિંતા વ્યક્ત કરી

રાજકારણ / મદદનો હાથ લંબાવતા ચલો, આ આંધળી સિસ્ટમની સચ્ચાઇ બતાવતા ચલોઃ રાહુલ ગાંધી

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક બની છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસનાં કારણે 3 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને WHO એ કહ્યું છે કે કોરોના વાયરસનો ભારતીય વેરિઅન્ટ આજે વિશ્વનાં 17 દેશોમાં પહોંચી ગયા છે. WHO એ જણાવ્યું છે કે, કોરોનાનું B.1.617 વેરિઅન્ટ, જે ભારતમાં પહેલા મળી આવ્યું હતું, તે હવે 17 દેશોમાં મળી આવ્યું છે. આ વેરિએન્ટનાં સૌથી વધુ કેસો ભારત, યુકે, યુએસએ અને સિંગાપોરનાં છે. આપને જણાવી દઇએ કે, તેને ડબલ મ્યૂટેસનવાળો વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે. એટલે કે, એક એવો વેરિઅન્ટ જેમાં કોરોનાની બે સ્ટ્રેન મળી આવ્યો છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં કોરોનાનાં ઝડપથી વધી રહેલા કેસો પાછળ જુદા જુદા વેરિઅન્ટ પણ જવાબદાર છે. દેશમાં એકલા મંગળવારે કોરોનાનાં સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી વિશ્વમાં અત્યાર સુધીમાં 31 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં પણ કોરોનાથી મૃત્યુઆંક 2 લાખને વટાવી ગયો છે. WHO એ એમ પણ કહ્યું હતું કે, B.1.617 સાથેનાં અન્ય વેરિઅન્ટ કેટલા ઝડપથી ફેલાય છે, તેઓ કેટલા ગંભીર હોવાનું સાબિત કરી શકે છે, અને ફરીથી ચેપનું જોખમ કેટલું છે… આ પ્રશ્નોનાં જવાબો શોધવા માટે શક્ય તેટલી વહેલી તકે સંશોધન કરાવવું જરૂરી છે.

123 168 દુનિયાનાં 17 દેશો સુધી પહોંચી ચુક્યો છે કોરોનાનો ભારતીય વેરિઅન્ટ, WHO એ ચિંતા વ્યક્ત કરી

ચોંકાવનારું નિવેદન / વેક્સિનનો ફોર્મ્યુલા વિકાસશીલ અને ગરીબ દેશોને ન આપવો જોઇએ: બિલ ગેટ્સ

અત્યારે તમે ભારતમાં જોઈ રહ્યા છો કે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. જણાવી દઇએ કે, આની પાછળ કોરોના વાયરસનાં ભારતીય વેરિઅન્ટનો મોટો હાથ છે જે બે વાર મ્યૂટેન્ટ કરી ચુક્યો છે. કેટલાક અહેવાલોએ દાવો કર્યો છે કે, ભારતીય મ્યૂટેન્ટ પર રસી ઓછી અસર કરી શકે છે. જો કે, રસી અને ભારતીય વેરિએન્ટ પર હજી સંશોધન ચાલી રહ્યું છે. યુ.એસ., યુકે અને ઇઝરાઇલમાં પણ ભારતીય વેરિએન્ટ મળી આવ્યા છે. વળી બંગાળ સ્થિત નેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સ એટલે કે એનઆઈબીએમજીનાં નિષ્ણાતોએ કહ્યું છે કે, તે E484K સહિતનાં આનુવંશિક વેરિઅન્ટનાં જુદા જુદા સેટ દ્વારા વર્ગીકૃત થયેલા છે. તે આવો મ્યૂટન્ટ વાયરસ બની ગયો છે જે ફક્ત શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે, પણ મોનોક્લોનલ એન્ટિબોડીઝથી પણ બચી શકે છે.

Untitled 45 દુનિયાનાં 17 દેશો સુધી પહોંચી ચુક્યો છે કોરોનાનો ભારતીય વેરિઅન્ટ, WHO એ ચિંતા વ્યક્ત કરી