Not Set/ વેક્સિનનો ફોર્મ્યુલા વિકાસશીલ અને ગરીબ દેશોને ન આપવો જોઇએ: બિલ ગેટ્સ

આજે કોરોનાવાયરસ સંકટ સામે દુનિયાનાં લગભગ તમામ દેશો જજુમી રહ્યા છે. ત્યારે આ વાયરસને એક માત્ર વેક્સિન જ ખતમ કરી શકે તેવુ એક્સપર્ટનું માનવું છે. આ સમયે દુનિયાભરનાં વૈજ્ઞાનિકોએ વેક્સિન પર કામ કર્યુ છે…

Top Stories World

આજે કોરોનાવાયરસ સંકટ સામે દુનિયાનાં લગભગ તમામ દેશો જજુમી રહ્યા છે. ત્યારે આ વાયરસને એક માત્ર વેક્સિન જ ખતમ કરી શકે તેવુ એક્સપર્ટનું માનવું છે. આ સમયે દુનિયાભરનાં વૈજ્ઞાનિકોએ વેક્સિન પર કામ કર્યુ છે અને આ મહામારીથી બચાવવા પોતાના દેશમાં વેક્સિન બનાવી દીધી છે. જો કે તે કેટલી અસરકારક રહેશે તે હજુ આવતા સમયમાં જોવાનુ રહેશે. પણ આ વચ્ચે માઇક્રોસોફ્ટનાં સંસ્થાપક બિલ ગેટ્સનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યુ છે.

દેશ સંકટમાં / પરિવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનની કરી માંગણી, CMO બોલ્યા- હવે માંગણી કરી તો જેલ મોકલી દઇશ

માઇક્રોસોફ્ટનાં સ્થાપક અને વિશ્વનાં ટોચનાં દસ અમીરોમાં આવતા બિલ ગેટ્સે કહ્યું છે કે, કોવિડ રસીનો ફોર્મ્યુલા વિકાસશીલ દેશોને ન આપવો જોઈએ. તેમણે કહ્યું કે, આ કારણે વિકાસશીલ અને ગરીબ દેશોએ થોડો સમય રાહ જોવી પડી શકે છે, પરંતુ તેમને રસીનો ફોર્મ્યુલા ન મળવો જોઈએ. એક અમેરિકન ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન, બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું હતું કે, કોરોનાને ઝડપથી અને અસરકારક રીતે રોકવા માટે ગરીબ દેશોને રસીનો ફોર્મ્યુલા આપવામાં આવે કે નહીં. ગેટ્સે આ સવાલનો જવાબ આપતા કહ્યું, “ના”. તેમણે કહ્યું કે, ભલે વિશ્વભરમાં રસીની ફેક્ટ્રીઓ સ્થપિત કરવામાં આવી છે અને લોકો તેમની સલામતી અંગે ચિંતિત છે, પરંતુ દવાનાં ફોર્મ્યુલા ન આપવા જોઈએ. આ એક ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. યુએસની એક (જહોનસન એન્ડ જ્હોનસન) ફેક્ટરી અને ભારતની એક ફેક્ટરી વચ્ચે તફાવત હોય છે.

માસ્કમાંથી મુક્તિ / રસી મુકાવી ચૂકેલા લોકોને બહાર જવા માટે માસ્કની જરૂર નથી, ભીડથી બચવું પડશે,ઇઝરાઇલ બાદ અમેરિકાએ જાહેર કર્યો આદેશ

આપણે આપણા પોતાના પૈસા અને આપણી કુશળતાથી રસી બનાવીએ છીએ. તેમણે કહ્યું કે, વેક્સિન ફોર્મ્યુલા કોઈ એવી રેસીપી જેવું નથી જે કોઈની સાથે શેર કરી શકાય. આ માટે ઘણી કાળજી લેવી પડે છે, ટેસ્ટિંગ કરવું પડે છે, ટ્રાયલ કરવા પડે છે. વેક્સિન બનાવતી વખતે દરેક વસ્તુ ખૂબ જ ચોકસાઇથી જોવી પડે છે. ઇન્ટરવ્યું દરમ્યાન તેમણે વિશ્વને આશ્ચર્યજનક રીતે જણાવ્યું હતું કે, અમેરિકા અને બ્રિટેનમાં 30 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને પણ રસી મળી રહી છે, જ્યારે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં પણ 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને વેક્સિન મળી રહી નથી. જો કે આ અયોગ્ય છે, પરંતુ એકવાર વિકસિત દેશોમાં વેક્સિનેશન પૂર્ણ થઇ ગયા પછી, તે વેક્સિન વિકસિત અને ગરીબ દેશો માટે ઉપલબ્ધ કરવામાં આવશે, તેમાં ત્રણ કે ચાર મહિનાનો સમય લાગી શકે છે.