કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકનાથ ગાયકવાડનું કોરોનાને કારણે બુધવારે સવારે 10 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. એકનાથ ગાયકવાડ 2014 અને 2019 માં બે વખત દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક પરથી સંસદસભ્ય હતા. ઉદ્ધવ કેબિનેટમાં શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડના પિતા છે અને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
Deeply saddened at the untimely demise of Senior Congress Leader Shri Eknath Gaikwad due to COVID19.
My heartfelt condolences to @VarshaEGaikwad & family. RIP pic.twitter.com/O8mL0m9mV2
— Srinivas BV (@srinivasiyc) April 28, 2021
એકનાથ ગાયકવાડ પૂર્વ સાંસદ હતા, જે મુંબઈ કોંગ્રેસના પ્રમુખ તરીકે જાણીતા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને આગળ વધારવામાં તેઓનું મહત્ત્વ યોગદાન રહ્યું. ગાયકવાડનું અચાનક અવસાન થવાથી મુંબઈ પ્રદેશ કોંગ્રેસ માટે મોટો આંચકો છે. કોંગ્રેસ સહિત ઘણા રાજકારણીઓ તેમના અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એકનાથ ગાયકવાડનો આખો પરિવાર હાલમાં હોસ્પિટલમાં છે. ગાયકવાડનો પાર્થિવ દેહ બપોરે તેમના પરિવારને સોંપવામાં આવશે, ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમના પરિવારને સાંત્વના આપવા માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે.

