Ahmedabad News: ભારતના આર્થિક સુધારાના ઘડવૈયા ગણાતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું જૈફ વયે નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણપણે રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, 1 જાન્યુઆરીથી શરૂ થતાં ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. ફ્લાવર શો હવે 1 તારીખના બદલે 3 જાન્યુઆરીએ ખુલ્લો મૂકાશે.
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આ પણ વાંચો:મનમોહન સિંહ ભારતીય અર્થવ્યવસ્થાના આર્કિટેક્ટ હતા, દેશની પ્રગતિ માટે હંમેશા યાદ કરવામાં આવશે
