Padma Awards 2023/ ગુજરાતના આ ત્રણ વ્યક્તિઓને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા,જાણો તેમના વિશે

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે,તેમાં ગુજરાતના ત્રણ લોકોને સ્નમાનિત પદ્મશ્રીથી કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Padmashri

Padmashri:  પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે,તેમાં ગુજરાતના ત્રણ લોકોને સ્નમાનિત પદ્મશ્રીથી કરવામાં આવ્યા છે.  દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. ત્રણેય ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જેમાં હિરાબેન લોબી, પરેશ રાઠવા અને ભાણુભાઇ ચિતારાનો સમાવેશ થાય છે.

હિરાબાઇ લોબી (Padmashri)
હિરાબાઇ સિદ્દીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે.તેમણે પોતાના સમાજ માટે ઉત્તમ સેવા પુરી પાડી છે,સમાજને બણતર તરફ આગણ લઇ જવાનો ભગીરથ કાર્ય કરવામાં તેણનો યોગદાન રહેલો છે. તેઓ મુળ ગુજરાતના સિદી સમાજના મહિલા છે. ખુબ જ પછાત ગણાતા સિદી સમાજના બાળકોને અભ્યાસ કરાવવા માટે ન માત્ર પ્રેરણા આપી પરંતુ બાળવાડી નામના એક નવા કાર્યક્રમ સાથે તેઓએ અનોખી પહેલ કરી.  સિદ્દી મહિલાઓમાં પણ ભણતર અને આર્થિક સદ્ધરતા વધે તે માટે પ્રયાસો કર્યા. મહિલા વિકાસમંડળની સ્થાપના કરી. પોતે નાની ઉંમરમાં જ અનાથ હોવા ન માત્ર પોતે આગળ વધ્યા પરંતુ સમગ્ર સમાજને આગળ ધપાવ્યો છે.

ભાણુભાઇ ચિતારા (Padmashri)

ભારત સરકારે ગુજરાતના કલમકારી કલાકાર ભાણુભાઇ ચિતારાને પણ પદ્મક્ષી આપવાની જાહેરાત કરી છે.
. તેઓ ચુનારા કમ્યુનિટીમાંથી આવે છે જેઓ 400 વર્ષોથી ખાસ પ્રકારની કળા પેઢી દર પેઢી સાચવી રહ્યા છે. આ પરિવાર પોતાની માતાની પછેડી માટે જાણીતા છે. આ કળા હવે વિલુપ્ત થવાના આરે છે. આ માતાની પછેડીમાં કુબ જ બારિક કારીગરી દ્વારા માતાજીના વિવિધ પરચાઓ અને ઇતિહાસમાં નોંધાયેલા અલગ અલગ કિસ્સાઓને ટાંકવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સામાન્ય શાલમાં પણ રામાયણ અને મહાભારતના કિસ્સાઓને ખુબ જ બારીક રીતે ટાંકવામાં આવે છે.

પરેશ રાથવા

મોદી સરકારે છોટાઉદેપુરના કલાકાર પરેશ રાથવાને પણ પદ્મશ્રીથી નવાજ્યા છે. હિન્દુ અને આદિવાસી સંસ્કૃતિનું મિશ્રણ છે, જે સમાન પૌરાણિક કથાઓ દર્શાવતા આદિવાસી ચિત્રોથી પ્રેરિત છે. પિથોરા એ આદિવાસી કલાનો એક પ્રકાર છે જે લગભગ 12 હજાર વર્ષથી ચાલી આવે છે. જેને ભગવાન પિથોરાએ વિકસાવ્યું હોવાનું મનાય છે. પિથોરા દેવને ભોજનના દેવતા માનવામાં આવે છે. આ મૃત્યુ પામતી કલાને આગળ લઈ જવામાં અને વૈશ્વિક સ્તરે લઈ જવામાં પરેશભાઈનો મોટો ફાળો છે. તેમણે વૈશ્વિક સ્તરે 30 થી વધુ પ્રદર્શનો કર્યા છે. તેઓ આ કળાને આગળ વધારવા માટે ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ આપીને વધુમાં વધુ લોકોને આ કળા શીખવી રહ્યા છે.

padma awards/પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ડૉ દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણ