Not Set/ વડોદરાના અઢી લાખ નાગરિકો શુક્રવારે સાંજે પાણીથી વંચિત રહેશે, અહીં જાણો કારણ

વડોદરા, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે સાંજે લાખો લોકો પાણીથી વંચિત રહેશે.શહેરની પોઇચાની ફીડર લાઈન અને નંદેશરી ગામ ખાતે જૂની લાઈનમાં વાલ રીપેરીંગની કામગીરી શરૂ થવાના કારણે  ગોરવા ,સુભાનપુર, અકોટા, કલાલી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓમાં નહિ મળે પાણી. શહેરમાં શુક્રવારે સાંજે પાણી વિતરણ નહીં કરાય અને તેનાથી અઢી લાખ નાગરિકોને 7.90 કરોડ લિટર પાણી પહોંચતું […]

Gujarat Vadodara
aaaaaaaamaya 3 વડોદરાના અઢી લાખ નાગરિકો શુક્રવારે સાંજે પાણીથી વંચિત રહેશે, અહીં જાણો કારણ

વડોદરા,

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે સાંજે લાખો લોકો પાણીથી વંચિત રહેશે.શહેરની પોઇચાની ફીડર લાઈન અને નંદેશરી ગામ ખાતે જૂની લાઈનમાં વાલ રીપેરીંગની કામગીરી શરૂ થવાના કારણે  ગોરવા ,સુભાનપુર, અકોટા, કલાલી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓમાં નહિ મળે પાણી.

શહેરમાં શુક્રવારે સાંજે પાણી વિતરણ નહીં કરાય અને તેનાથી અઢી લાખ નાગરિકોને 7.90 કરોડ લિટર પાણી પહોંચતું નહિ થઈ શકે.

પોઇચાની ફિડર લાઈન પર નંદેસરી ચાર રસ્તા નજીક વાલનું શુક્રવારે સવારે પાણી વિતરણ કર્યા બાદ રિપેરીંગ કામ હાથ ધરાશે. આ કામ પૂર્ણ થતા આઠ કલાક થશે તેવો અંદાજ છે. જેથી ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી ટાંકી હેઠળના સાંજના વિસ્તારમાં પાણી આપી શકાશે નહીં.

કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે શનિવારે સવારે આ પાંચ ટાંકીના વિસ્તારોમાં લો પ્રેસરથી પાણી વિતરણ થશે. દક્ષિણ વિસ્તારમાં પાણીના નળિકાની શિફ્ટીંગની કામગીરીના કારણે જીઆઇડીસી ટાંકીના વિસ્તારોમાં 4ના રોજ સવારે 9 વાગે પાણી વિતરણના સમયે પાણી પૂરુ પાડવામાં આવશે નહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.