Not Set/ અ’વાદ: શું સ્કૂલમાં વાતો કરવાની આટલી મોટી સજા? વિદ્યાર્થીની તબિયત લથડી

અમદાવાદ, અમદાવાદમાં ખોખરાની જય સોમનાથ શાળામાં સુપરવાઇઝરે વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. શિક્ષકની ગેરહાજરીમા વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. તે સમયે સુપરવાઈઝર આવી જતાં યશ નામના વિદ્યાર્થીને બેરહમીથી માર મારવામાં આવ્યો છે. ઘેર જતાં સુધીમાં વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ હતી. યશના વાલીએ તેને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે. થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થી હોસ્પિટલમાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં ખોખરાની જય સોમનાથ શાળામાં સુપરવાઇઝરે વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. શિક્ષકની ગેરહાજરીમા વિદ્યાર્થીઓ વાતો કરતા હતા.

તે સમયે સુપરવાઈઝર આવી જતાં યશ નામના વિદ્યાર્થીને બેરહમીથી માર મારવામાં આવ્યો છે. ઘેર જતાં સુધીમાં વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ હતી.

યશના વાલીએ તેને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે. થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

સારવાર બાદ એક સપ્તાહ પહેલા જ વિદ્યાર્થી સ્કુલમાં હાજર થયો છે. શું વાતો કરવાની આટલી મોટી સજા હોઈ શકે એક કુમળા બાળકને તે સવાલ વાલી સહિત તમામને થઈ રહ્યો છે.