Israel Gaza Attck/ ઇઝરાયેલ PM નેતન્યાહુ ‘અમને કોઈ રોકી શકશે નહીં’,  ગાઝાને ચારેકોરથી ઘેરી લીધું

ઇઝરાયેલ PM નેતન્યાહુ કહ્યું કે હવે ‘અમને કોઈ રોકી શકશે નહીં.’ અમારા સૈનિકો, એરક્રાફ્ટ હમાસની પોસ્ટ્સ, કમાન્ડ સેન્ટર્સ, લોન્ચિંગ પોઝિશન્સ, ટનલને નિશાન બનાવી રહ્યા છે. ગાઝાનો ખાતમો કરવામાં એ ધ્યાન રાખવામાં આવશે કે પેલેસ્ટાઇનનો નાગરિક મૃત્યુ ન પામે.

Top Stories World
YouTube Thumbnail 19 ઇઝરાયેલ PM નેતન્યાહુ ‘અમને કોઈ રોકી શકશે નહીં’,  ગાઝાને ચારેકોરથી ઘેરી લીધું

ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધને લઈને તૈયારી વધુ ઉગ્ર કરી છે. હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ ઇઝરાયેલ હમાસ પર તવાઈ બોલાવી છે. ગાઝાને ચારેકોરથી ઘેરી લેતા ઇઝરાયેલ PM નેતન્યાહુ કહ્યું કે હવે ‘અમને કોઈ રોકી શકશે નહીં.’ અમારા સૈનિકો, એરક્રાફ્ટ હમાસની પોસ્ટ્સ, કમાન્ડ સેન્ટર્સ, લોન્ચિંગ પોઝિશન્સ, ટનલને નિશાન બનાવી રહ્યા છે. ગાઝાનો ખાતમો કરવામાં એ ધ્યાન રાખવામાં આવશે કે પેલેસ્ટાઇનનો નાગરિક મૃત્યુ ન પામે.

ઇઝરાયેલી સેનાએ ગુરુવારે લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓના એક જૂથને મારી નાખ્યું તેમજ અન્ય એક જૂથને તહસ-નહસ કરી દીધું. એક સૂત્રએ જણાવ્યું કે ઇઝરાયેલ-લેબનોન બોર્ડર પર ફાયર એક્સચેન્જ ચાલુ છે ઉત્તરીય સરહદની નજીક એક લશ્કરી ચોકી તરફ લેબનીઝ પ્રદેશમાંથી કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેનાએ કાર્યવાહી કરી. ગાઝાને ચોતરફથી ઘેરતા ઇઝરાયેલ પોતાના નાગરિકો વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. જ્યારે યુદ્ધ બાદ ઇઝરાયેલમાંથી હજારો લોક ગુમ થવા મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

7 ઑક્ટોબરના હમાસના હુમલામાં 1,400 થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા અને ગાઝામાં 240 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરતા બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉદભવવા પામી હતી હમાસને સમર્થન આપનાર ગાઝા શહેરનો પણ ઇઝરાયેલ સૈનિકો ખાતમો બોલાવી રહ્યા છે. કેમકે હમાસના આતંકવાદી સંગઠનનું કેન્દ્રબિંદુ ગાઝા માનવામાં આવે છે. આથી ઇઝરાયેલના સૈનિકોએ ગાઝાને તહસનહસ કરવા હુમલા તેજ કર્યા છે. ગાઝા સિટી નજીક બુરેઇજ શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં રહેણાંક મકાન પર હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને કાટમાળમાં ઘણા લોકો દટાયા. ગાઝામાં મૃત્યુઆંક વધીને 9,061 થયો છે જયારે 32,000 જેટલા લોકો ઘાયલ થયા છે

યુદ્ધમાં મોટાપાયે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થતા તેમજ નુકસાન થતા દુનિયાના કેટલાક દેશો દ્વારા યુદ્ધવિરામની અપીલ કરાઈ છે. યુએસ અને આરબ નેતાઓએ ઇઝરાયેલ પર ઘેરો હળવો કરવા દબાણ કર્યું હતું. જો કે ઇઝરાયેલ PM નેતન્યાહુએ યુદ્ધવિરામ નહી થાય તેવા સંકેતો આપતા ગાઝાને ચોતરફથી ઘેરી લીધું. આજે યુદ્ધની સ્થિતિમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન ઇઝરાયેલની મુલાકાત લેશે, એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આ તેમની બીજી મુલાકાત છે. તેઓ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સહિતના ઇઝરાયેલી અધિકારીઓને મળશે અને ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે વાતચીત કરશે.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયેલ PM નેતન્યાહુ ‘અમને કોઈ રોકી શકશે નહીં’,  ગાઝાને ચારેકોરથી ઘેરી લીધું


આ પણ વાંચો : Surat Mass-Suicide/ સુરત સામૂહિક આપઘાત કેસમાં મૃતક મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધાશે

આ પણ વાંચો : Gujarat Government/ “હ્રદયની વાત દિલથી કરીએ”  રાજ્ય સરકારે હાર્ટએટેકના કેસ વધતા શરૂ કરી નવી ઝુંબેશ

આ પણ વાંચો : Incometax Department/ અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે ફરી હાથ ધર્યુ સર્ચ ઓપરેશનન, બિલ્ડરોને તવાઈ