ગુજરાત : હાર્ટએટેકના કેસ વધતા રાજ્ય સરકારે નવી ઝુંબેશ શરૂ કરી. ગુજરાત સરકાર યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ સાથે મળી એક નવી પહેલ શરૂ કરી. જેમાં લોકો પોતાના દિલની વાત કરી હૃદયનો ભાર હળવો કરી શકશે. સંભવત આ પહેલને પગલે આગામી સમયમાં હૃદયરોગ હુમલાથી થતા મૃત્યુદરમાં ઘટાડો આવે.
રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 25થી વધુ લોકોના હાર્ટએટેકના કારણે મોત નિપજયા. જેમાં મોટાભાગના યુવાનો હૃદયરોગના હુમલાનો શિકાર બન્યા. હાર્ટએટેકથી થતા મૃત્યુમાં નિષ્ણાતોએ નોંધ્યુ છે કે મહિલાઓ કરતા પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું. ખાસ કરીને 20 થી 45 વયના લોકો સામાન્ય કામ કરતા પણ કાર્ડિયાક એટેકનો ભોગ બની રહ્યા છે.
કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. છતાં પણ કોરોના મહામારી બાદ હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનામાં વધારો થયો છે. અનેક વખત તબીબો સ્વાસ્થ્ય સંબંધિત પ્રાથમિક સૂચના જારી કરતા હોય છે. હાર્ટએટેકથી થતા મૃત્યુમાં દિનપ્રતિદિન વધારો થતા સરકારની સાથે તબીબજગત પણ ચિંતાતુર છે. આથી જ લોકોની સમસ્યા અને સ્ટ્રેસ દૂર કરવા ગુજરાત સરકાર અને યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા હૃદય અને હ્રદયરોગના નિવારણ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી. જે અંતર્ગત એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ નાગરિક ગુગલ ફોર્મના માધ્યમથી હ્રદય સંબંધિત પ્રશ્નો પુછી શકશે. અને યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટના તબીબો જવાબ આપશે.
https://forms.gle/trxwRiBW9vXSzyYL8
રાજ્ય સરકારનો આ હ્રદયસ્પર્શી અભિગમ ખરેખર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરશે. તમે પણ હાર્ટએટેકના હુમલાથી બચવા માંગતા હોવ તો સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. કોઈપણ સામાન્ય દુખાવાને નજર અંદાજ ના કરો. હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો જરૂર આ હેલ્પલાઈનની મુલાકાત લો.
આ પણ વાંચો : Incometax Department/ અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે ફરી હાથ ધર્યુ સર્ચ ઓપરેશનન, બિલ્ડરોને તવાઈ
આ પણ વાંચો : Israel Hamas War/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન
આ પણ વાંચો : Delhi/ છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર, AQI 400ને પાર!