સુરતઃ સુરતઃ સુરતના સામૂહિક આપઘાત કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. તેમા મૃતક મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધાશે. માતા અને મોટી દીકરીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી એમ પીએમ રિપોર્ટમાં જણાવાયું હતું. આમ તેમણે આત્મહત્યા કરી નથી, પણ તેમની હત્યા કરવામાં આવી છે.
જ્યારે પત્ની, પિતા અને બે બાળકોને ઉધઈ મારવાની ઝેરી દવા પીવડાવી હતી. પોલીસે ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા લોકોના ફરીથી નિવેદન લીધા હતા. કારીગરો, ગ્રાહકો, જુદી-જુદી બેન્કના લોન એજન્ટને બોલાવીને નિવેદન લીધા હતા. એફએસએલમાંથી મળેલી ફોનની ડિટેલના આધારે કડી મેળવવા કવાયત જારી છે.
પોલીસને મનીષ સોલંકીને ત્યાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના જણાવ્યા મુજબ તેમા લખવામાં આવ્યું હતું કે મારા દિવસો હું કેવી રીતે કાઢતો હતો તે મારું મન જાણે છે. મારા ગયા પછી મારા બાળકો અને મારા મમ્મી પપ્પા કેવું જીવન જીવશે તેની ચિંતા મને કોરી ખાય છે. તેઓ મારા વગર રહી શકે તેમ નથી.
આ સ્યુસાઇડ નોટમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારનું આત્યંતિક પગલું ભરવા પાછળ ઘણા અંગત કે વ્યક્તિગત કારણો હોઈ શકે પરંતુ હું નામ લેવા માંગતો નથી. તેમણે જણાવ્યું હતું કે હું નામ લેવા માંગતો નથી, મેં લોકો સાથે સારું વર્તન કર્યુ હતું, હું લોકોને મદદરૂપ થયો હતો, પરંતુ લોકોએ મારી સાથે એવું વર્તન કર્યું નથી. આ સ્યુસાઇડ નોટમાં કોઈપણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ સ્યુસાઇડ નોટમાં કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો નથી, તેથી પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Noida/ પોલીસના રેવ પાર્ટી પર દરોડા, બિગ-બોસ વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાઈ
આ પણ વાંચોઃ Gujarat Government/ “હ્રદયની વાત દિલથી કરીએ” રાજ્ય સરકારે હાર્ટએટેકના કેસ વધતા શરૂ કરી નવી ઝુંબેશ
આ પણ વાંચોઃ Stock Market/ શેરબજારમાં તેજીનો ધમધમાટ, સેન્સેક્સનો તોફાની તેજી સાથે પ્રારંભ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.