Gujarat Forest Department/ અમરેલીમાં દિવાળી તહેવાર પર સિંહ દર્શનને લઈને વન વિભાગ એલર્ટ

અમરેલીમાં આજુબાજુના વિસ્તારમાં લાયન શો દરમ્યાન સિંહોની પજવણી રોકવા એલર્ટ જાહેર કર્યું છે. વન વિભાગે આ મામલે કામગીરી હાથ ધરતા અલગ-અલગ ટીમો બનાવી છે.

Gujarat
YouTube Thumbnail 91 1 અમરેલીમાં દિવાળી તહેવાર પર સિંહ દર્શનને લઈને વન વિભાગ એલર્ટ

આજે દિવાળી તહેવાર છે. દિવાળી તહેવાર પરની રજાઓમાં લોકો ગીર, જૂનાગઢ અને અમરેલી જવાનું પસંદ કરતા હોય છે. આ સ્થાનો પર સિંહનો વસવાટ હોવાથી લોકો સિંહ દર્શન જોવા આ વિસ્તારની ખાસ મુલાકાત લે છે. પરંતુ કેટલાક જૂથ દ્વારા સિંહ પ્રદર્શનના નામે સિંહોની પજવણી કરવામાં આવતી હોવાનું વન વિભાગના ધ્યાનમાં આવતા એકશન મોડમાં આવ્યું છે.

અમરેલીમાં આજુબાજુના વિસ્તારમાં લાયન શો દરમ્યાન સિંહોની પજવણી રોકવા એલર્ટ જાહેર કર્યું છે. વન વિભાગે આ મામલે કામગીરી હાથ ધરતા અલગ-અલગ ટીમો બનાવી છે. આ કામગીરીમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝનની મદદ લઈ 13 ટીમો બનાવીને આજથી સ્પેશ્યલ પેટ્રૉલિંગ શરૂ કર્યું છે. વન વિભાગ જૂથો દ્વારા સિંહોની પજવણી પર બાજ નજર રાખશે. રાજુલા જાફરાબાદ લીલીયા સહીતની અલગ-અલગ 7 જેટલી રેન્જનો સમાવેશ થાય છે.

દિવાળી વેકેશનનો આનંદ માણવા લોકો રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે. બાળકોને સૌથી વધુ પ્રાણીઓમાં સિંહ પસંદ હોય છે. ગુજરાતમાં એશિયાના શ્રેષ્ઠ સિંહો વસવાટ કરે છે ત્યારે આ સિંહોને જોવા લોકોના ટોળા ઉમટે છે. પરંતુ કયારેક લોકો સિંહોને જોવાના બદલે પજવણી કરવા લાગે છે. આથી આવા અનિચ્છનીય બનાવો ટાળવા અને સિંહોને સુરક્ષા અને સલામતી મળી રહે માટે વનવિભાગના કર્મચારીઓ પણ રાત્રિના સમયે પણ સ્થળો પર ચકાસણી કરતા રહેશે.


whatsapp ad White Font big size 2 4 અમરેલીમાં દિવાળી તહેવાર પર સિંહ દર્શનને લઈને વન વિભાગ એલર્ટ


આ પણ વાંચો : Gir Somnath District/ ‘મારે અને મારા પરિવારને જાનનું જોખમ છે’ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ધમકી મળ્યાની નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો : Uttarkashi/ ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના બની, નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ કામદારો ફસાયા

આ પણ વાંચો : Energy Crises/ ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાનો દાવો પોકળ