Navsari- Food/ હવે નવસારીના લા પિનોઝ પિત્ઝાએ પધરાવી ફૂગવાળી કેક

ફૂડ સિક્યોરિટીના મોરચે રેસ્ટોરાથી લઈને હોટેલો કેટલી બેદરકાર છે તેનું વધુ એક ઉદાહરણ નવસારીમાં જોવા મળ્યું છે. ગુજરાતમાં હવે હોટેલ અને રેસ્ટોરામાં થાળી કે પિત્ઝામાંથી કશું નીકળવું નવાઈ રહી નથી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 06T110717.256 હવે નવસારીના લા પિનોઝ પિત્ઝાએ પધરાવી ફૂગવાળી કેક

નવસારીઃ ફૂડ સિક્યોરિટીના મોરચે રેસ્ટોરાથી લઈને હોટેલો કેટલી બેદરકાર છે તેનું વધુ એક ઉદાહરણ નવસારીમાં જોવા મળ્યું છે. ગુજરાતમાં હવે હોટેલ અને રેસ્ટોરામાં થાળી કે પિત્ઝામાંથી કશું નીકળવું નવાઈ રહી નથી.

નવસારના ચીખલી ખાતે લા પિનોઝ પિત્ઝામાં કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ગ્રાહકને કેક મળી ત્યારે તે ચોંકી ગયો હતો, કારણ કે ફૂગવાળી કેક તેને મળી હતી. ગ્રાહકે જોયું કે તેને રીતસરની વાસી અને ફૂગવાળી કેક પધરાવી દેવાઈ હતી. ગ્રાહકે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાઇરલ કરતાં છેવટે લા પિનોઝે માફી માંગી હતી. તેણે સ્વીકાર્યું હતું કે ફૂગવાળી કેક ભૂલતી અપાઈ ગઈ હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે ફૂગવાળી કેક જ કેમ હોય. શું લા પિનોઝને પોતાને ગ્રાહકની તબિયતને વિચાર આવતો નથી. તાજેતરમાં જ દસ વર્ષની બાળકીના જન્મદિને ઓનલાઇન કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સાત વાગે આવેલી કેક ખાધા પછી તે બાળકી રાત સુધીમાં તો મૃત્યુ પામી હતી. હવે શું લા પિનોઝને ખબર છે કે તેની આ કેક બાળકો ખાવાના હતા અને આ રીતે બાળકને કંઈ થયુ હોત તો જવાબદારી કોની. આ તો ગ્રાહક પોતે સાવધ હતો એટલે વાસી કેક ખાવામાંથી લોકો બચી ગયા. તેથી હવે બહાર જમવા જાવ અને ઓર્ડર આપો તો હવે ગ્રાહક તરીકે તે પણ ધ્યાન રાખવાનું છે કે નફાની લ્હાયમાં કે વધુ કમાવવાની લાલચમાં તમને કોઈ વાસી ખાદ્ય પદાર્થ તો ફટકારી દેતું નથીને.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે