ગુજરાત/ ગુજરાત સરકાર કેમ નથી બતાવતી વિધાનસભાનું લાઈવ પ્રસારણ ?

દેશની બીજા રાજ્યોની સરકાર વિધાનસભાની કાર્યવાહી લાઈવ બતાવે છે.. તો ગુજરાત સરકાર કેમ નથી બતાવતી..? મતદારો સુધી વાત પહોંચે કે એમણે ચૂંટેલા લોકો શુ કામગીરી કરી રહયા છે..

Top Stories Gujarat
Untitled 82 ગુજરાત સરકાર કેમ નથી બતાવતી વિધાનસભાનું લાઈવ પ્રસારણ ?

ગુજરાતની જનતા સમક્ષ ગુજરાત વિધાનસભામાં જે ચર્ચા થાય તેનું લાઈવપ્રસારણ લોકોને બતાવવાનો મુદ્દો વિપક્ષ દ્વારા મૂકવામાં આવ્યો છે.  પરંતુ સરકાર આ મુદ્દે વિપક્ષ સાથે સહમત નથી. આ વિગતે જણાવતા વિપક્ષ નેતા સુખરામ રાઠવા એ જણાવ્યુ હતું કે, વિધાનસભાના આગામી સત્રમાં કામકાજના જે  દિવસો નક્કી થયા છે તેમાં 5 જેટલા ડબલ દિવસ છે. અમારી ઇચ્છા છે કે શનિવાર ને કામકાજના દિવસ તરીકે ગણવો. પણ સરકાર તેમ કરવા નથી માંગતી તેવુ લાગે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે,  અમે ઇચ્છિ એ કે ગુજરાતની જનતા વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. અન્ય રાજ્યોમાં લાઈવ બતાવવામાં આવે છે. પણ કોર્ટમાં મુદ્દો છે તેમ કહી વાત કાઢી નાખે છે.  પ્રણાલી એવી છે કે કામકાજ સલાહકાર સમિતિ ની બેઠક બાદ બંને પક્ષ મિડીયા ને માહિતી આપતા હોય છે. પણ આજે સરકાર તરફથી મીડિયા ને એવી કોઈ માહિતી આપવામાં આવી નથી.

અમે પત્રકાર ને બોલાવી એ માહિતી આપીએ છીએ, કે વિધાનસભા આ વખતે 21 દિવસ માટે મળશે જે માં 5 દિવસ ડબલ બેઠક રાખવામાં આવી છે. સરકાર સામે અમે માંગણી કરી કે 4 શનિવારે જે રજા ના દિવસ છે તેમાં વિધાનસભાની કાર્યવાહી ચાલુ રહે. પણ સરકાર તેમ કરવાની ના પાડે છે. સરકારે કોરોનાની પરિસ્થિતિના કારણે આ બેઠક મોડી બોલાવી તેમ લુલો બચાવ કરી રહી છે

આ અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે, સરકાર પાસે ગરીબ કલ્યાણ મેળાનો, કોંગ્રેસનાં સભ્યોનો ભરતીમેળો કરવાનો સમય છે.પણ વિધાનસભા ના કામ માટે સમય નથી. સરકારે વિપક્ષ ની વાત માન્ય રાખી નથી. સર્વાનુમતે બેઠકની માહિતી પત્રકારોને આપવામાં આવે છે. ભાજપ ની 27 વર્ષ થી ચાલી રહેલી સરકાર ના ઇતિહાસમાં પહેલી વાર સલાહકાર સમિતિની બેઠક માં એજન્ડા નક્કી ના કરી શક્યા.

દેશ ની બીજા રાજ્યો ની સરકાર વિધાનસભા ની કાર્યવાહી લાઈવ બતાવે છે.. તો ગુજરાત સરકાર કેમ નથી બતાવતી મતદારોન કે એમના ચૂંટેલા લોકો શુ કામગીરી કરી રહયા છે… ? પણ સરકારે કોર્ટ નું બહાનુ કાઢી લુલો બચાવ કરે છે. જો સરકાર એફિડેવિટ કરે તો મંજૂરી મળી શકે તેમ છે. પરંતુ માહિતી દ્વારા રજૂ કરવામાં આવતી માહિતીમાં માત્ર સરકારની વાહ વાહ જ હોય છે.

વિધાનસભામાં ગવર્નરના પ્રવચન દરમ્યાન, બજેટ રજૂ થાય ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાને એન્ટ્રી આપવામાં આવે, સરકાર જો ખોટું ના કરતી હોય તો કેમ મીડિયા ને એન્ટ્રી નથી આપતી. આ તમામ મુદે સરકારે પાછી પાની કરી છે. વિધાનસભાના ઇતિહાસમાં આજે પહેલી વાર સરકાર વિધાનસભામાં લોકશાહિ નું ખૂન કર્યું છે.

Life Management / ચિત્રકારની દુકાન પર વિચિત્ર ચિત્રો હતા, જ્યારે પૂછવામાં આવ્યું  તો જણાવ્યુ કે, ‘આ પ્રસંગના ચિત્રો છે’…આનો અર્થ શું હતો?

મહાશિવરાત્રી / ગ્રહોના દોષથી થાય છે આ બીમારીઓ, મહાશિવરાત્રિ પર આ ઉપાય કરવાથી મળી શકે છે રાહત

મહાશિવરાત્રી / આ જ્યોતિર્લિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી, માટે જ  માત્ર 6 મહિના જ દર્શન થાય છે