એવા ઘણા લોકો છે જેઓ ભવિષ્યવાણીમાં વિશ્વાસ કરે છે અને એવા ઘણા લોકો છે જે આ બધી બાબતોમાં વિશ્વાસ નથી કરતા. દુનિયામાં એક કરતા વધારે ભવિષ્યકર્તાઓ છે, જેઓ પોતાની ભવિષ્યવાણીઓને કારણે આખી દુનિયામાં જાણીતા હતા અને કેટલાક લોકોની ભવિષ્યવાણીઓ પર લોકો વિશ્વાસ કરતા નહોતા. દુનિયાના સૌથી પ્રખ્યાત ભવિષ્યકર્તાની વાત કરીએ તો સૌની જીભ પર સૌથી પહેલા એક જ નામ આવે છે, તે છે ‘બાબા વેંગા’.
બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી ઘણી સાચી પડી છે. કેટલાક અહેવાલો અનુસાર, બાબા બાબા વેંગા દ્વારા રશિયા વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે.
શું કરી હતી ભવિષ્યવાણી
અહેવાલો અનુસાર, બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે રશિયા ‘દુનિયાનો સ્વામી’ બનશે, યુરોપ બંજર બની જશે અને પછી રશિયાને કોઈ રોકી શકશે નહીં. બધું બરફની જેમ પીગળી જશે અને જે બાકી રહેશે તે વ્લાદિમીર પુતિન અને રશિયાનું ગૌરવ હશે. રશિયા સમક્ષ કોઈ આવશે નહીં અને તે વિશ્વ પર રાજ કરશે.
એવું કહેવાય છે કે બાબા વેંગા તેમના મૃત્યુ પહેલા 5079 સુધી ભવિષ્યવાણી કરીને ચાલ્યા ગયા હતા. કેટલાક અહેવાલો સૂચવે છે કે તેમની 85 ટકા આગાહીઓ સાચી પડી છે.
કોણ છે બાબા વેંગા
તેમની ભવિષ્યવાણી ઓ માટે પ્રખ્યાત, બાબા વેંગાનો જન્મ 1911 માં થયો હોવાનું કહેવાય છે અને માત્ર 12 વર્ષની ઉંમરે તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગા ફકીર હતા.
તેમના માટે એવું કહેવાય છે કે તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ, જ્યારે ઘણી ખોટી પણ સાબિત થઈ. 1996માં તેમનું અવસાન થયું છે. તેમણે આ બધી ભવિષ્યવાણીઓ ક્યાંય લખીને નથી ગયા, પરંતુ તેના અનુયાયીઓને કહીને ગયા હતા.
બાબા વેંગા પ્રખ્યાત ભવિષ્યકર્તા
રિપોર્ટ અનુસાર, બાબા વેંગાએ 2004માં સુનામીની આગાહી કરી હતી, જે સાચી પડી. આ પછી તેમણે 2021 માટે ભવિષ્યવાણી કરી હતી કે તીડના ટોળા વિશ્વભરના ખેતરો પર હુમલો કરશે. અને તમને યાદ હશે કે ભારતમાં તીડના હુમલાને કારણે 2021માં ઘણો પાક બરબાદ થયો હતો.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુએસએના 44માં રાષ્ટ્રપતિ અશ્વેત હશે, પરંતુ તેઓ ત્યાંના છેલ્લા રાષ્ટ્રપતિ હશે. જોકે 44મા પ્રમુખ કાળા હતા. પરંતુ તેઓ છેલ્લા પ્રમુખ ન હતા. તેમની આગાહી 50 ટકા સાચી નીકળી.
આ પણ વાંચો : મહાશિવરાત્રિ શા માટે ઉજવવી જોઇયે ? રાત્રે પૂજા શા માટે કરવામાં આવે છે ? આ કથા શિવપુરાણમાં લખાયેલ છે
આ પણ વાંચો :મહાશિવરાત્રિ પર કરો રુદ્રાભિષેક, ધનલાભ સહિત અન્ય મનોકામનાઓ થઈ શકે છે પૂર્ણ
આ પણ વાંચો :સારા પતિ બનવા ભગવાન શિવ પાસેથી શીખો આ આદતો, રહેશે સુખી દામ્પત્ય જીવન
આ પણ વાંચો :મહાશિવરાત્રિ પર એક જ રાશિમાં 5 ગ્રહો અને 6 રાજયોગ, વર્ષમાં એકવાર બને છે આ દુર્લભ સંયોગ