BCCI announced New Selectors: ચેતન શર્મા ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે યથાવત રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 7 જાન્યુઆરી 2023ના રોજ ઓલ ઈન્ડિયા સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની નિમણૂકોની જાહેરાત કરી હતી. બીસીસીઆઈના સચિવ જય શાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ ઈન્ટરવ્યુના આધારે વરિષ્ઠ પુરૂષોની રાષ્ટ્રીય પસંદગી સમિતિ માટે પસંદગી કરી હતી, નિવેદનમાં જણાવાયું છે કે ચેતન શર્મા, શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા, શ્રીધરન શરથની ભલામણ કરવામાં આવી છે. ક્રિકેટ સલાહકાર સમિતિએ વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિના અધ્યક્ષની ભૂમિકા માટે ચેતન શર્માના નામની ભલામણ કરી છે.
જય શાહના નિવેદન મુજબ, અખિલ ભારતીય વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિના સભ્યોની પસંદગી કરવા માટે એક વ્યાપક પ્રક્રિયાને અનુસરવામાં આવી હતી. BCCI દ્વારા 18મી નવેમ્બર 2022ના રોજ તેની અધિકૃત વેબસાઈટ પર પાંચ પોસ્ટની જાહેરાત બાદ લગભગ 600 અરજીઓ મળી હતી. CAC એ યોગ્ય વિચાર-વિમર્શ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા પછી વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે 11 વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કર્યા.
ટીમ ઈન્ડિયાની નવી સિલેક્ટર્સ સમિતિ
ચેતન શર્મા
શિવ સુંદર દાસ
સુબ્રતો બેનર્જી
સલિલ અંકોલા
શ્રીધરન શરથ
આ પણ વાંચો: Fighter Pilot/પ્રથમવાર ભારતની મહિલા શક્તિ દેશની બહાર કરશે ગર્જના, વિદેશી ધરતી પર બતાવશે કુશળતા
આ પણ વાંચો: Joshimath/જોશીમઠ પહોંચ્યા મુખ્યમંત્રી, ભૂસ્ખલનનું કર્યું નિરીક્ષણ, સીએમને જોઈ અસરગ્રસ્તો રડ્યા
આ પણ વાંચો: પાટણ/પાટણ: તોડપાણી કરતી ટોળકી ઝડપાઇ, પ્રેસ અને પોલીસની ઓળખ આપી કરતી તોડ, ચાઈનીઝ દોરીના નામે કરતા હતા તોડ, પાટણ
