amarnath yatra/ અમરનાથ યાત્રા બંધ : જમ્મુ-કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય

બે દિવસ પહેલા વાદળ ફાટવાની ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું કે અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

Top Stories India
devshayani 5 અમરનાથ યાત્રા બંધ : જમ્મુ-કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય

બે દિવસ પહેલા વાદળ ફાટવાની ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું કે અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. હાલમાં અહીં હાજર શ્રદ્ધાળુઓ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. એક દિવસ પહેલા જ ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાં ભારે વરસાદ અને અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાને કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારે સાંજે અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાને કારણે પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે અનેક પડાવ પાણીમાં ધોવાઈ ગયા હતા. આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 63 યાત્રાળુઓને બચાવી લેવાયા છે. ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. કુલ 28 દર્દીઓને અદ્યતન ડ્રેસિંગ સ્ટેશન નિલાગરમાં લઈ જવામાં આવ્યા છે. 11ને સારવાર માટે સિવિલ હેલિકોપ્ટરમાં SKIMS શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. પવિત્ર ગુફામાંથી 15 મૃતદેહોને નીલાગર લઈ જવામાં આવ્યા છે.

મુસાફરો આર્મીની હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે

ફસાયેલા મુસાફરોને ભારતીય સેનાના જવાનો બાલતાલ લઈ જઈ રહ્યા છે. અહીંનો ટ્રેક કાદવવાળો અને લપસણો છે. લોકોને મદદ/પૂછપરછ માટે આર્મી હેલ્પલાઈન નંબર +91 9149720998 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. કૉલરને નામ, મુસાફરી નોંધણી/RFID નંબર, સંપર્ક નંબર, આધાર નંબર અને છેલ્લું જાણીતું સ્થળ અને સમયની વિગતો પ્રદાન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ફેવિકોલ કા મજબૂત જોડ/ કોહિનૂરની જગ્યાએ ફેવિકોલ લઈ જવાની જરુરુ હતી : સર્જનાત્મક સંદેશ સાથે ફરી એકવાર UKને ટોણો